PM Modi એ ગાંધીનગરમાં વર્ચ્યુઅલ લોકાર્પણ પૂર્વે સાયન્સ સીટીના વિકાસમાં સીએમ દરમ્યાનની કામગીરીને યાદ કરી

ગાંધીનગરમાં વર્ચ્યુઅલ લોકાર્પણ પહેલા પીએમ મોદીએ  ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે પર્યાવરણ, પ્રકૃતિ, રેલવે અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળશે

PM Modi એ ગાંધીનગરમાં વર્ચ્યુઅલ લોકાર્પણ પૂર્વે સાયન્સ સીટીના વિકાસમાં સીએમ દરમ્યાનની કામગીરીને યાદ કરી
PM Modi tweeted before the virtual Inauguration in Gandhinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 10:10 PM

ગાંધીનગરમાં વર્ચ્યુઅલ લોકાર્પણ પહેલા પીએમ મોદી(PM Modi) એ  ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે પર્યાવરણ, પ્રકૃતિ, રેલવે અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળશે. ગાંધીનગર(Gandhinagar) ના અત્યાધુનિક રેલવે સ્ટેશનનું લોકાર્પણ થશે. ગાંધીનગર-વારાણસી સુપરફાસ્ટ અને ગાંધીનગર-વરેઠા મેમુ ટ્રેનનું લોકાર્પણ થશે. ગુજરાત સાયન્સ સિટીમાં નવા આકર્ષણો ઉમેરાશે . એક્વાટિક્સ અને રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું ઉદઘાટન કરાશે. મારા સીએમના કાર્યકાળ દરમ્યાન તેનો વિકાસ કરવાની મને તક મળી હતી તેમ તેમણે ઉમેર્યું હતું.

પીએમ મોદી 16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે અને પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. તેઓ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત સાયનસ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગૅલરી અને નેચર પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે.

રેલવેની પરિયોજનાઓમાં નવા રિડેવલપ કરાયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, ગેજ રૂપાંતરિત કમ વીજળીકરણ કરાયેલ મહેસાણા-વરેઠા લાઇન અને નવા વીજળીકરણ કરાયેલા સુરેન્દ્રનગર-પિપાવાવ સેક્શનનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી બે નવી ટ્રેનો- ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર પાટનગર અને વરેઠા વચ્ચે મેમુ સેવા ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે.

એક્વાટિક્સ ગૅલરી

અત્યાધુનિક જાહેર એક્વાટિક્સ ગૅલરીમાં સમગ્ર દુનિયાની મુખ્ય શાર્ક્સ ધરાવતી મુખ્ય ટેન્કની સાથે વિશ્વના વિવિધ પ્રદેશોની દરિયાઇ જાતોને સમર્પિત વિવિધ ટેન્ક્સ હશે. તેમાં 28 મીટરનો બેનમૂન વૉક વૅ ટનલ પણ હશે જે અનોખો અનુભવ પૂરો પાડશે.

રોબોટિક્સ ગૅલરી રોબિટિક્સ ગૅલરી ઇન્ટરેક્ટિવ ગૅલરી છે જે રોબોટિક્સ ટેકનોલોજીના અગ્રણીઓને પ્રદર્શિત કરે છે અને તે મુલાકાતીઓને રોબોટિક્સના સદા આગળ વધતા ક્ષેત્રને ચકાસવાનો મંચ પૂરો પાડશે. પ્રવેશદ્વારે ટ્રાનસફોર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ છે. ગૅલરીનું અજોડ આકર્ષણ સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ છે જે મુલાકાતીઓ સાથે હર્ષ, આશ્ચર્ય અને ઉત્તેજના જેવી લાગણીઓ વ્યકત કરવાની સાથે વાત કરે છે. વિભિન્ન ક્ષેત્રોના રોબોટ્સ ગૅલેરીના વિવિધ માળે ગોઠવવામાં આવ્યા છે જે દવા, કૃષિ, અવકાશ, સંરક્ષણ અને રોજબરોજની જિંદગીમાં વપરાશના ક્ષેત્રે એપ્લિકેશનો પ્રદર્શિત કરે છે.

નેચર પાર્ક

પાર્કમાં ધુમ્મ્સ બાગ, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ્સ, શિલ્પ પાર્ક અને ખુલ્લી ભૂલભૂલામણી (મેઝ) જેવી ઘણી નયનરમ્ય વિશેષતાઓ છે. તેમાં બાળકો માટે ડિઝાઇન કરાયેલ રસપ્રદ ભૂલભૂલામણીનો સમાવેશ થાય છે. પાર્કમાં મૅમથ (પ્રાચીન કાળના કદાવર હાથી), ટેરર બર્ડ, સબેર ટુથ લાયન જેવા નષ્ટ પામેલા પ્રાણીઓના શિલ્પો વૈજ્ઞાનિક માહિતીની સાથે છે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">