Corona Update: દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધ્યા, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે.

Corona Update: દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધ્યા, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:58 AM

દેશમાં કોરોનાના કેસ (Corona Virus)માં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,47,000થી વધારે કેસ સામે આવ્યા છે. ગુરૂવારના મુકાબલે 29,722 વધારે કેસ સામે આવ્યા છે. ગુરૂવારે દેશમાં કોરોનાના 3,17,532 કેસ સામે આવ્યા હતા. હાલમાં એક્ટિવ સંખ્યાની વાત કરીએ તો તે આંકડો 20 લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ આ વાઈરસના કારણે અત્યાર સુધી 4,88,396 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોન (Omicron)ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં તેની સંખ્યા હવે 10 હજારની નજીક પહોંચી ચૂકી છે.

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે. ત્યારે 700થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ 9,692 નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 46,197 નવા કેસ સામે આવ્યા છે. જેમાં ઓમિક્રોનના 125 કેસ સામેલ છે. ત્યારે 37 લોકોના મોત અને 52,025 દર્દી રિક્વર થયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસ 2,58,569 છે. ત્યારે તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 28,561 નવા કેસ સામે આવ્યા અને 39 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો 12,306 કેસ નોંધાયા છે અને 46 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

વેક્સિનેશનનો આંકડો 160 કરોડને પાર

કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 160,43,70,484 ડોઝ વેક્સિનના લાગી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધી 3,60,58,806 લોકો રિક્વર થઈ ચૂક્યા છે.

ગુજરાતની વાતી કરીએ તો ગઈકાલે એટલે કે ગુરૂવારે કોરોનાના (Corona) કેસોમાં ઉછાળો આવ્યો છે. ફરી રાજયમાં કોરોનાના કેસ 20 હજારને પાર પહોંચ્યો છે. રાજયમાં કોરોનાના નવા 24,485 કેસ (Corona Case) નોંધાયા છે અને કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: Somnath Circuit House Inauguration Live: PM મોદી નવા સર્કિટ હાઉસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે, ભક્તોને મળશે અનેક સુવિધાઓ

આ પણ વાંચો: અમદાવાદ સહિત અનેક સ્થળો પર જોવા મળી ધુમ્મસની ચાદર, ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ

g clip-path="url(#clip0_868_265)">