વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે, યુવાનો તેમના મંતવ્યો શેર કરી શકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે, યુવાનો તેમના મંતવ્યો શેર કરી શકશે
PM Narendra Modi - File Photo

આ કાર્યક્રમની શરૂઆત 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી થશે. કોરોના સંક્રમણને કારણે ઈવેન્ટને ચાર દિવસના બદલે બે દિવસ કરવામાં આવી છે. ભારતના દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jan 09, 2022 | 7:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની (Swami Vivekanand) જન્મજયંતિના અવસર પર 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું (National Youth Festival) ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય યુવા ઉત્સવ એ ભારતમાં યુવાનોનો વાર્ષિક સભા છે. આ વખતે આ ફેસ્ટિવલના આયોજન માટે પુડુચેરી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (Puducherry Technological University) પસંદગી કરવામાં આવી છે, પરંતુ કોરોના વાયરસને (Corona Virus) કારણે હવે તેની ઇવેન્ટ વર્ચ્યુઅલ હશે.

આ પ્રસંગે દેશભરના યુવાનો વડાપ્રધાનના ભાષણ માટે તેમના સૂચનો શેર કરી શકે છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન તેમના ભાષણમાં તેમાંથી કેટલાક સૂચનો પણ સામેલ કરશે. જેમણે કોવિડ રસીકરણ મેળવ્યું નથી તેઓને પુડુચેરીમાં યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી થશે

આ કાર્યક્રમની શરૂઆત 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી થશે. કોરોના સંક્રમણને કારણે ઈવેન્ટને ચાર દિવસના બદલે બે દિવસ કરવામાં આવી છે. ભારતના દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રીય યુવા ઉત્સવનો ઉદ્દેશ્ય યુવા નાગરિકોને રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત, પ્રજ્વલિત, એકતા અને ઉત્સાહિત કરવાનો છે.

આ ઉપરાંત, 13 જાન્યુઆરી 2022ના રોજ રાષ્ટ્રીય યુવા સમિટનું આયોજન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય વ્યાપક અને અરસપરસ અભિગમ દ્વારા ભારતની વિવિધ સંસ્કૃતિઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંયુક્ત દોરમાં એકીકૃત કરવાનો છે. યુવા કલ્યાણ વિભાગ યુવાનોની પ્રતિભાને નિખારવા માટે આવી સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર શરૂ થશે અને તે ભારતની આઝાદીના 75મા વર્ષને પણ ચિહ્નિત કરશે.

સહભાગીઓ આ શાખાઓમાં ભાગ લેશે

લોક નૃત્ય, લોકગીત, એકાંકી, ક્લાસિકલ વોકલ (હિન્દુસ્તાની), કર્ણાટક વોકલ, સિતાર વાદન, વાંસળી વાદન, તબલા વાદન, વીણા વાદન, મૃદંગમ, હાર્મોનિયમ, ગિટાર, મણિપુરી નૃત્ય, ઓડિસી નૃત્ય, ભરતનાટ્યમ, કથક અને કુચીપુડી.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી, વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કરી ચર્ચા

આ પણ વાંચો : Assembly Election: ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કરી વિનંતી

આ પણ વાંચો : PMની સુરક્ષામાં ખામીના મામલામાં આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, પંજાબ હાઈકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati