PM Modi Speech in Parliament : ‘કોંગ્રેસ ફાઇલમાં ખોવાઈ ગઈ, અમે લોકોના જીવન બદલ્યા’, PM મોદીએ પ્રોજેક્ટના વિલંબ મુદ્દે કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે લોકસબામાં કોંગ્રેસ વિશે કહ્યું કે તેઓ સત્તામાં હોવા છતાં તેમના શાસનમાં અનેક પ્રોજેક્ટમાં વિલંબ થયો. કોંગ્રેસના સત્તાકાળમાં અટવાયેલી યોજનાઓ અમારા સત્તાકાળમાં પૂર્ણ થઈ.

PM Modi Speech in Parliament : 'કોંગ્રેસ ફાઇલમાં ખોવાઈ ગઈ, અમે લોકોના જીવન બદલ્યા', PM મોદીએ પ્રોજેક્ટના વિલંબ મુદ્દે કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Prime Minister Narendra Modi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 7:48 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) શનિવારે લોકસભામાં (Lok Sabha) અગાઉની સરકારો અને કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસના શાસનમાં ચાલી રહેલી યોજનાઓને પૂર્ણ કરવા અને વિલંબ કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું કે કોંગ્રેસ ફાઈલમાં જ ખોવાયેલી રહી ગઈ, અમે લોકોના જીવન બદલી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોની ગુલામીની માનસિકતા હજુ પણ દૂર થઈ રહી નથી. જેના કારણે લોકોએ તેને નકારી કાઢ્યા છે. આ દરમિયાન વડાપ્રધાને કાવ્યાત્મક ઢબે કોંગ્રેસને આડે હાથે લીધી હતી.

પીએમ મોદીએ કહ્યું કે સેંકડો વર્ષોનો ગુલામીનો સમયથી જેમની માનસિકતા રહી છે. તે આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો બદલાઈ શક્યા નથી. આ ગુલામી માનસિકતા કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ માટે મોટી સમસ્યા છે. તેમણે કહ્યું કે દેશનો એક વર્ગ હજુ પણ 19મી સદીની વિચારધારામાં અટવાયેલો છે. આ વર્ગ 20મી સદીના કાયદાઓનું પાલન કરી રહ્યો છે. 20મી સદીના કાયદાઓ 21મી સદીની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકતા નથી. આ દરમિયાન પીએમએ તેમની સરકારમાં પૂર્ણ થયેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો.

કોંગ્રેસે ચાર ધામ રસ્તાઓને ઓલ-વેધર રોડમાં ના ફેરવ્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ફ્રેઈટ કોરિડોરનું આયોજન 2006માં કરવામાં આવ્યું હતું, પરંતુ 2014 સુધી કંઈ જ ન થયું. અમારી સરકારમાં તેમના કામને વેગ મળ્યો. ઉત્તર પ્રદેશનો સરયુ નદી પ્રોજેક્ટ 70ના દાયકામાં શરૂ થયો, જેની કિંમત 100 ગણી વધી ગઈ. અમારી સરકારે આ યોજના પૂરી કરી છે. તેમણે કહ્યું કે યુપીમાં અર્જુન ડેમ પ્રોજેક્ટ સાથે પણ આવું જ હતું, જે 2009માં શરૂ થયા બાદ અમારી સરકારે 2017માં પૂર્ણ કર્યું હતું. સત્તામાં રહીને પણ કોંગ્રેસે ચાર ધામ રસ્તાઓને ઓલ-વેધર રોડમાં રૂપાંતરિત કર્યા નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમે ફાઇલમાં ખોવાઈ ગયા છો, અમે જીવન બદલવામાં વ્યસ્ત છીએ

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં જળમાર્ગને નકારવામાં આવ્યો, પરંતુ અમારી સરકારે તેને શરૂ કર્યો. ગોરખપુરની ખાતરની ફેક્ટરી લાંબા સમયથી બંધ હતી, પરંતુ અમારે તેને અમે ફરીથી શરૂ કર્યા. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જમીન પરથી કપાયેલા લોકો ફાઇલ ખસેડીને તેના પર સહી કરીને આગામી મુલાકાતીની રાહ જોતા હતા. પીએમ મોદીએ કહ્યું કે તમારા માટે ફાઇલ જ બધું છે. પરંતુ અમારા માટે 130 કરોડ લોકોનું જીવન જરૂરી છે. તમે ફાઇલમાં બધુ ખોલી રહ્યા છો, અમે લોકોના જીવન બદલવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ.

કાવ્યાત્મક ઢબે કોંગ્રેસ પર હુમલો

લોકસભામાં વડાપ્રધાને કાવ્યાત્મક શૈલીમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ….

વો જબ દિન કો રાત કહે તો તુરંત માન જાઓ,

નહી માનોગે તો વો દિન મે નકાબ ઓઢ લેગે,

જરુરત હુઈ તો હક્કીત કો થોડા બહુત મરોડ લેગે,

વો મગરુર હૈ ખુદ કી સમજ પર બેઈંતહા,

ઉન્હે આઈના મત દિખાઓ વો આઈના કો ભી તોડ દેગે

આ પણ વાંચોઃ

Budget Session: મહેલમાં રહેનારા નાના ખેડૂતોને ભૂલી ગયા, તેમના માટે આટલી નફરત શા માટે છે? પીએમ મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

આ પણ વાંચોઃ

PM Modi Speech In Parliament: લોકસભામાં પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસે કોરોનાના સમયમાં તમામ હદો વટાવી

g clip-path="url(#clip0_868_265)">