જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે, ત્યારે આ વસ્તુ પર રહેશે લોકોની નજર
લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવ્યા પછી નરેન્દ્ર મોદી આજે બીજીવાર વડાપ્રધાન પદ માટે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. મોદી તેમના કપડાને લઈને ખુબ ગંભીર રહે છે, તેથી લોકો માટે એ જાણવું રસપ્રદ રહેશે કે નરેન્દ્ર મોદી સમારોહમાં કયા સ્પેશ્યિલ ડ્રેસ સાથે આવશે. વર્ષ 2014માં ભાજપની જીત પછી જ્યારે નરેન્દ્ર […]
લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવ્યા પછી નરેન્દ્ર મોદી આજે બીજીવાર વડાપ્રધાન પદ માટે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. મોદી તેમના કપડાને લઈને ખુબ ગંભીર રહે છે, તેથી લોકો માટે એ જાણવું રસપ્રદ રહેશે કે નરેન્દ્ર મોદી સમારોહમાં કયા સ્પેશ્યિલ ડ્રેસ સાથે આવશે.
વર્ષ 2014માં ભાજપની જીત પછી જ્યારે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા ત્યારે વાતાવરણ કંઈક એવું હતું, તેથી સંભવ છે કે મોદીજી બીજી વખત શપથ ગ્રહણ સમારોહમાં ગઈ વખતની જેમ કઈક ખાસ ડ્રેસમાં જોવા મળે. 2014માં શપથ ગ્રહણ સમારોહમાં મોદીજીએ ક્રીમ કલરનો કુર્તો, ચૂડીદાર પાયજામો અને ગોલ્ડન કલરનું જેકેટ પહેર્યુ હતું.
દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતા લોકો સાથે કનેક્ટ થવામાં નરેન્દ્ર મોદી માહેર છે. તેની પાછળ તેમના કપડાનો મુખ્ય રોલ છે. વડાપ્રધાન મોદી અલગ અલગ રાજ્યોમાં જનસભાઓને સંબોધિત કરતા તે રાજયના સાંસ્કૃતિક કપડામાં નજરે પડે છે. તેઓ કુર્તા અને પાયજામા સિવાય ઘણી વખત વિદેશ પ્રવાસ પર સ્પેશિયલ સુટ પણ પહેરે છે. તે સિવાય ઘણી વિદેશ યાત્રા પર તેમને પરંપરાગત વેશભૂષા પણ પહેરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]