PM Modiએ નિભાવ્યો પાડોશીધર્મ: ભારતે આપી પાડોશી દેશોને કોરોના વેક્સિન

"પહેલો સગો પાડોશી" કહેવતને વિશ્વની સામે સાર્થક કરતુ ભારત વિશ્વ આખમાં વખણાય રહ્યું છે. પાડોશી દેશોને કોરોના વેક્સિન આપીને વાહ વહી મેળવી રહ્યું છે ભારત.

PM Modiએ નિભાવ્યો પાડોશીધર્મ: ભારતે આપી પાડોશી દેશોને કોરોના વેક્સિન
corona vaccine to neighbor countries
Rahul Vegda

| Edited By: Bipin Prajapati

Jan 22, 2021 | 2:46 PM

કોરોના મહામારીની માર થી દક્ષિણ એશિયાના નાના દેશોમાં બુધવરે આશા અને ઉત્સવની લહેર જોવા મળી હતી કારણ કે ભારતમાં બનેલી કોરોના વેક્સિનની એક ખેપ આ દેશોમાં પહોંચી હતી. ભારતે કોવિશિલ્ડની 1.50 લાખ ડોઝ ભૂટાન અને એક લાખ ડોઝ માલદિવ મોકલી હતી. 21 જાન્યુઆરીએ બાંગ્લાદેશને કોવિશિલ્ડની 20 લાખ ડોઝ અને નેપાળને 10 લાખ ડોઝ મોકલવામાં આવશે. ત્યારબાદ જલ્દીથી જ શ્રીલંકા, મોરિશિયશ અને અફઘાનિસ્તાનને પણ સપ્લાય આપવામાં આવશે. આ દેશોમાં નિયામક મંજૂરી મળવાની રાહ જોવાય રહી છે. આવામાં જ્યારે આ દેશોમાં ચીન પોતાનું કાઠું કાઢવાનું કરી રહ્યું છે ત્યારે ભારતની આ વેક્સિન એક્સ્ચેન્જ પોલિસી રાજનીતિક કૂટનીતિમાં ગેમ ચેન્જર સાબિત થશે. મહત્વની વાત એ છે કે આ તમામ મદદ એકદમ મફત આપવામા આવી રહી છે. ‘પહેલો સગો પાડોશી’ ની પોતાની નીતિને આગળ વધારતા ભારતે સૌથી પેહલા ભૂટાન અને માલદીવનેCorona Vaccine ઉપલબ્ધ કરવી છે. માત્ર બે દિવસમાં જ પાડોશી દેશોને 32.50 લાખ વેક્સિન આપવા બદલ દુનિયાભરમાં ભારતની વાહ વાહ થઈ રહી છે. સાથે સાથે આ દેશોમાં ભારતની છબી પહેલા કરતાં આ દેશોમાં મજબૂત થઈ છે.

મલદિવના રાષ્ટ્રપતિએ વેક્સિન બદલ ભારતનો આભાર માન્યો- આ વાત કેટલી મહત્વની છે તે ત્યારે ખબર પડે છે કે ખુદ માલદિવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલીહે વિશેષ પ્રેસ કૉંફરેન્સ કરી હતી. તેઓએ વેક્સિન આપવા બદલ ભારતનો આભાર તો માન્યો સાથે સાથે દેશવાસીઓને કહ્યું કે આપણાં માટે આ ઉત્સવ મનાવવા જેવો અવસર છે. ભારત તરફ્થી મેળવેલી વેક્સિનથી માલદિવની કુલ પાંચ લાખ આબાદીનો એક સૌથી મોટો હિસ્સો કોરોનાથી સુરક્ષિત થઈ શકશે. પૂરે પૂરા પર્યટન ઉદ્યોગ પર નિર્ભર માલદીવની હાલત સામાન્ય કરવી હવે ઘણી સરળ થઈ જશે.

ભારતીય વેક્સિન ભૂટાનવાસીઓ માટે અમૂલ્ય ભેટ: PM શેરિંગ

આવી રીતે ભુટાને ભારતીય વેક્સિનના આગમન સમયે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં પીએમ શેરિંગ અને કેબિનેટના અન્ય સહયોગીઓ ઉપસ્થિત હતા. પીએમ શેરિંગે PM MODI અને ભારતની જાનતાનો આભાર માનયો અને કહ્યું કે કોરોના વેક્સિન ભૂટાનના લોકો માટે અમૂલ્ય ભેટ છે.

“ભારત છે ભરોસાપાત્ર મિત્ર” પાડોશીઓને અપાવ્યો વિશ્વાસ-

વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે તમામ પાડોશી દેશોને ભરોસો આપવામાં સફળ રહ્યું કે દરેક સંકટ સમયે ભારત તેની પડખે ઊભું રહ્યું છે અને દરેક શક્ય મદદ પણ કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આમ જ કરશે,માર્ચ 2020 માં કોરોનાની શરૂઆતમાં જ ભારતે આ નાના પણ રાજનૈતિક દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ દેશોને લગાતાર મદદ કરતાં આવ્યા છે જેમ કે વિદેશમાં ફસાયેલા તેમના નાગરિક હોય કે મેડિકલ મદદ પહોંચાડવાની હોય તેવામાં ભારતે ક્યાંય પાછી પાની કરી નથી. અત્યારે ભારતે પોતાની તરફથી બંને દેશોને વેક્સિન આપી છે અને જો આગળ જરૂર પડશે તો ભારત જથ્થો આપવા પણ તૈયાર છે. અને વધુ પડતી વેક્સિનની માંગ હશે તો પણ ભારત તેના પર જરૂર વિચાર કરશે.

પાડોશીઓને છે ભારત પર ભરોસો-

જાણકારો બતાવી રહ્યા છે કે પાકિસ્તાનને છોડીને તમામ પાડોશી દેશોને ભારતે સંકેત આપી દીધો છે કે તેઓ પોતાને ત્યાં વેક્સિનનો કાર્યક્રમ શરૂ કરી દે.આ દેશોને એહસાસ થઈ ગયો છે કે બ્રિટેન અને અમેરિકા જેવા દેશો પણ કોરોના વેક્સિનને લઈને કોઈ દરિયાદિલી નથી દાખવતું ત્યારે ભારત પોતાની જરૂરિયાતને પૂરી કરવાની સાથે સાથે પાડોશી દેશોનું પણ ધ્યાન રાખે છે તે એક મહત્વપૂર્ણ બાબત કહેવાય. નેપાળના સ્વાસ્થય મંત્રીએ બુધવારે પ્રેસ કૉંફરેન્સ કરીને ભારતીય કોરોના વેક્સિન પર આધારિત વેક્સિન કાર્યક્રમ ચલાવવાનું એલાન કર્યું છે.

ભારત ઘણા દેશોને મોકલશે કોરોના વેક્સિન-

વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે ભારત ભૂટાન, માલદીવ, નેપાળ, સેશેલ્સ, મ્યાનમાર અને બાંગ્લાદેશને 20 જાન્યુઆરીથી વેક્સિનની અપૂર્તિ શરૂ દેશે જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મોરેશિયસ તરફથી યોગ્ય મંજૂરીઓ મળ્યા બાદ તેઓને પણ વેક્સિન મોકલાવામાં આવશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati