PM MODI LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સ્વામિ વિવેકાનંદ જન્મજયંતિએ યુવા સંસદ સમારોહને કર્યું સંબોધન, વંશવાદ ભ્રષ્ટાચાર મુદ્દે કર્યા વાક પ્રહાર

 • Bipin Prajapati
 • Published On - 11:53 AM, 12 Jan 2021
PM MODI LIVE: Prime Minister Narendra Modi to address Youth Parliament function on Swami Vivekananda's birth anniversary

સ્વામિ વિવેકાનંદની ( SWAMI VIVEKANAND ) જન્મજયંતિએ ઉજવાતા યુવા દિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM MODI ) યુવાઓને સ્વામિ વિવેકાનંદના જીવન અને આચરણ અંગે વાત કરી. સંસદના સેન્ટ્રલ હોલમાંથી સ્વામિ વિવેકાનંદની 158મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહીત વિવિધ વિભાગના પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રસગોપાત સંબોધન કર્યુ હતુ. સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, યુવા સાંસદોને સંબોધતા રાજકારણમાં વંશવાદ, ભ્રષ્ટાચાર સહીતના મુદ્દે વાકપ્રહારો કર્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 12 Jan 2021 11:53 AM (IST)

  આપત્તિમાં જ વિકાસનો અવસર શોધ્યો છેઃ મોદી

  પોતાનો અનુભવ યુવા સાંસદ સામે રજૂ કરતા મોદીએ કહયું કે, 2001માં આવેલા ભૂકંપે કચ્છમાં બધુ તબાહ કરી નાખ્યું હતું. જે હાલત હતી તે જોઈને સૌ કોઈ કહેતા કે કચ્છ બરબાદ થયુ. પણ ગુજરાતમાં નવી રણનિતી સાથે આગળ વધ્યા અને કચ્છને વિકાસની નવી ઉંચાઈએ પહોચાડવાનો લક્ષ્યાંક સેવ્યો. વિજળી, પાણી, રોડ સહીતની જરૂરી માળખાગત સુવિધા પૂરી પાડી. આજે હાલત એ છે કે કચ્છ છોડીને ગયેલા લોકો કચ્છમાં પરત ફરી રહ્યાં છે. આપદામાં વિકાસનો અવસર શોધ્યો. કચ્છના ભૂકંપ આધારીત અનેક પરિવર્તન થયો. ડિઝાસ્ટર એ કૃષિ વિભાગ હસ્તક વિભાગ હતો. પણ ગુજરાતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવ્યો અને ગૃહ વિભાગને વિભાગ સોપાયો. આ કાયદા આધારીત સુધારાને કારણે જ દેશમાં કોરોના સામે લોકોની સુરક્ષા કરી શકાઈ છે.

 • 12 Jan 2021 11:48 AM (IST)

  વંશવાદ જ રાજનૈતિક અને સામાજીક ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યો છેઃ મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ગાંધી પરિવારનું નામ લીધા વિના જ શાબ્દિક હુમલો કરતા કહ્યું કે વંશવાદ  હુ અને મારો પરિવાર એ ભાવનાને મજબૂત કરે છે. રાજનૈતિક અને સામાજીક ભ્રષ્ટાચાર પ્રેરે છે. વંશવાદને કારણે આગળ વધનારા એવુ વિચારે છે કે અગાઉ કરાયેલા ભ્રષ્ટાચાર અંગે કાઈ નથી થયુ તો હવે શુ કરશે. પણ આ વિચાર સામે જાગૃત કરવાનું કામ યુવાનોનુ છે. મોટી સંખ્યામાં યુવા રાજકારણમાં આવે, પોતાના વિચાર લઈને આવે.

 • 12 Jan 2021 11:45 AM (IST)

  ભ્રષ્ટાચાર જેમની દેન હતી તેમના માટે આજે ભ્રષ્ટાચાર ભારણ બન્યુઃ મોદી

  રાષ્ટ્રના ભાગ્ય વિધાતા બનવુ જોઈએ આથી તમારી જવાબદારી છે. દેશની રાજનિતીને લઈને પણ બદલાવ જરૂરી છે. રાજકારણને પણ યુવાઓની બહુ જરૂર છે. નવા વિચાર, નવા ઉમંગની જરૂર છે. દેશમાં પહેલા એવી ધારણા હતી કે કોઈ યુવા રાજકારણમાં પ્રવેશે તો કહેવાતું કે છોકરા બગડી ગયો છે. બધુ બદલાઈ શકે છે પણ રાજકારણ ના બદલાય પણ આજે બધુ બદલાયુ છે. આજે દેશમાં સૌ કોઈ ઈમાનદારને તક આપે છે. ભ્રષ્ટાચાર જેમની દેન હતી તેમના માટે આજે ભ્રષ્ટાચાર ભારણ બની ગયુ છે. આગલી ચૂંટણીમાં જીતવું હોય તો કામ કરતા અને પ્રમાણિક હોવા જરૂરી છે. કેટલાક બદલાવ જરૂરી છે તે તમારે કરવાના છે. તેમકહીને મોદીએ કહ્યું કે,

 • 12 Jan 2021 11:40 AM (IST)

  લક્ષ્ય સ્પષ્ટ હોય તો ઉંમર ક્યારેય અડચણ નથી બનતીઃ મોદી

  લક્ષ્ય સ્પષ્ટ હોય તો ઉમર ક્યારેય અડચણ નથી બનતી તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદીની લડત લડતા શહીદ થયેલા લડવૈયાઓ લબરમુછીયા હતા. આપણે એ કાળખંડમાં જન્મ પામ્યા છીએ કે ગુલામી આપણે જોઈ નથી. સ્વતંત્ર્યા માટે મરવાનો મોકો નથી મળ્યો પણ દેશને આગળ વધારવાનો મોકો મળ્યો છે. આઝાદીને 75 વર્ષથી 100 વર્ષ સુધીના 25 વર્ષ બહુ મહત્વના 2046માં 100 વર્ષ થશે એ બહુ મહત્વના રહેશે. તમારી જીંદગીના 25 વર્ષ બહુ જ મહત્વના છે. આ સદી ભારતની છે તેમ વિવેકાનંદ કહેતા હતા. આ સદી દેશના યુવાઓએ બનાવવાની છે.

 • 12 Jan 2021 11:35 AM (IST)

  પોતાની જાતમાં વિશ્વાસ વ્યક્ત કરવાની વાત સ્વામિ વિવેકાનંદ કરતા હતાઃ મોદી

  યુવાઓને વિદેશની આધુનિક શિક્ષા, ટેલેન્ટને સન્માન કરવાની પ્રથા આકર્ષિત કરતી હતી. પરંતુ હવે આ સરકાર આ બધુ કરી રહી છે. અને તેના માટે એક વાતાવરણ તૈયાર કરાઈ રહ્યું છે. સમાજ અને શિક્ષા વ્યવસ્થા એ પ્રકારે તૈયાર કરાઈ રહી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. શારીરિક અને માનસિક તાકાત ઉપર સ્વામિ વિવેકાનંદ ભાર મૂકતા હતા. ફિટ ઈન્ડિયા, યોગ પ્રત્યે જાગૃતિ અને સ્પોર્ટસ બાબતે લગાવ માનસિક અને શારીરિક શક્તિ વધારી રહી છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ જે શબ્દ આજે પ્રચલિત બન્યો છે તે પોતાની જાતમાં વિશ્વાસ વ્યક્ત કરવાની વાત વિવેકાનંદ કરતા હતા. નેતૃત્વની વાત આવે ત્યારે તેઓ પોતાના કરતા તેમની ટીમ ઉપર વધુ વિશ્વાસ મુકતા હતા.

 • 12 Jan 2021 11:27 AM (IST)

  સ્વામિ વિવેકાનંદે રાષ્ટ્ર નિર્માણ અંગે જનસેવાથી જગસેવાનો મંત્ર આપ્યોઃ મોદી

  સ્વામિ વિવેકાનંદની જીવન અંગે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા સાંસદને કહ્યું કે ક્રાંતિ અને શાંતિના માર્ગે આઝાદીની જે લડાઈ લડાતી હતી તે કોઈને કોઈ સ્વરૂપે સ્વામિ વિવેકાનંદથી પ્રેરીત હતી. સ્વામિ વિવેકાનદ સાથે જોડાયેલ સાહિત્ય પોલીસના હાથે લાગતુ હતું. ત્યારે પોલીસ પણ અભ્યાસ કરતા હતા કે સ્વામિ વિવેકાનંદમાં એવી તો કઈ વિચારસરણી છે. જે આઝાદીની લડાઈ લડવા પ્રેરે છે. આધ્યાત્મિક બાબતે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રનિર્માણ બાબતે જનસેવાથી જગસેવાની વાત કરી હતી. સ્વામિ વિવેકાનંદે એક અનમોલ ઉપહાર આપ્યો છે. વ્યક્તિઓના નિર્માણ, સંસ્થાના નિર્માણનો.

 • 12 Jan 2021 11:23 AM (IST)

  વિજેતા સાસંદના ભાષણને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ટવીટ પરથી કરશે શેર

  દેશની સસંદના સેન્ટ્રલ હોલમાં યોજાઈ રહેલ આ કાર્યક્રમ મહત્વનો હોવાનું જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સેન્ટ્રલ હોલ અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. યુવા સાસંદોને સંબોધતા મોદીએ કહ્યું કે, તમે જે બેઠક પર બેઠા છો ત્યા એક સમયે કોઈને કોઈ મહાપુરૂષ બેઠા હતા. સ્પર્ધામાં વિજેતા થયેલા સાંસદને અભિનંદન આપતા મોદીએ કહ્યું કે, તમે જે પ્રવચન કર્યુ છે તે મારા ટવીટર પરથી હુ ટવીટ કરીશ. જેથી દેશ જાણી શકે કે આ પરીસરમાં ભાવી ભારત કેવા પ્રકારે આકાર પામી રહ્યુ છે.