PM Modi in Himachal: PM મોદીએ હિમાચલને 11000 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ, કહ્યું- ભીડ દર્શાવે છે 4 વર્ષના કામની ગતિ

PM Modi in Himachal: PM મોદીએ હિમાચલને 11000 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ, કહ્યું- ભીડ દર્શાવે છે 4 વર્ષના કામની ગતિ
PM narendra Modi in Mandi, Himachal pradesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં 11 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં સાવડા કુડ્ડુ, રેણુકા ડેમ, ધૌલા સિદ્ધા જેવા બહુહેતુક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Dec 27, 2021 | 5:12 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતાના અમૃત મહોત્સવ, હિમાચલ પ્રદેશને પૂર્ણકક્ષાના રાજ્યનો દરજ્જો આપવાના સુવર્ણ જયંતિ વર્ષ અને વર્તમાન રાજ્ય સરકારના કાર્યકાળના ચાર વર્ષ પૂરા થવા (PM Narendra Modi in Himachal)ના અવસર પર હિમાચાલના મંડી ખાતે પહોંચ્યા હતા. PM મોદીએ અહીં 11,000 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

હિમાચલ પ્રદેશમાં જય રામ ઠાકુરની આગેવાની હેઠળની ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંડીમાં (PM Modi in Himachal) રૂ. 28,197 કરોડથી વધુ મૂલ્યના 287 રોકાણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરના (CM Jairam Thakur) જિલ્લા મંડીમાં (Mandi) એક રેલીને સંબોધન કર્યુ હતુ. આ પહેલા મોદીએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની સાથે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા લગાવેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

હિમાચલની ધરતીએ, જીવનને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી: PM મોદી પીએમ મોદીએ પહાડી ભાષામાં સંબોધનની શરૂઆત કરી અને લોકોનો આભાર માન્યો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા જીવનને દિશા આપવામાં હિમાચલની ભૂમિએ મહત્વની ભૂમિકા ભજવી છે. પીએમ મોદીએ કહ્યું કે જયરામ જી અને તેમની મહેનતુ ટીમે હિમાચલના લોકોના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. આ 4 વર્ષમાં 2 વર્ષ સુધી અમે પણ કોરોના સામે જોરદાર લડત આપી છે અને વિકાસના કામો અટકવા દીધા નથી.

પ્લાસ્ટિકથી પર્વતોને થતા નુકસાન અંગે સરકાર એલર્ટઃ PM પીએમએ વધુમાં કહ્યું કે ડબલ એન્જિનની સરકારે 4 વર્ષ પૂરા કર્યા છે. અહી એકઠી થયેલી ભીડ કહી રહી છે કે તમે 4 વર્ષમાં હિમાચલને ઝડપી ગતિએ આગળ વધતું જોયું છે. અમે 4 વર્ષમાં કોરોના સામે જોરદાર લડત આપી છે, હિમાલાચને પહેલી AIIMS મળી, 4 નવી મેડિકલ કોલેજોને મંજૂરી મળી.

પીએમ મોદીએ કહ્યું કે પ્લાસ્ટિકથી પહાડોને થતા નુકસાન અંગે સરકાર સતર્ક છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે દેશવ્યાપી અભિયાનની સાથે સરકાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર પણ કામ કરી રહી છે. વડાપ્રધાને કહ્યું કે અમારી સરકારે 3 જાન્યુઆરી, 2022 થી 15-18 વર્ષના કિશોર માટે કોરોના રસીકરણ અને 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ‘સાવચેતીના ડોઝ’ (બુસ્ટર ડોઝ)  જાહેરાત કરી છે. મને ખાતરી છે કે હિમાચલ પ્રદેશ રસીકરણ ક્ષેત્રે 100 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં અગ્રેસર રહેશે.

PMએ રાજ્યને પૂછ્યા વિના ઘણું આપ્યું છેઃ અનુરાગ ઠાકુર આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર સવારે સાડા અગિયાર વાગ્યે કંગનીધર હેલિપેડ પર લેન્ડ થયું હતું. પીએમ મોદીના આગમનની સાથે જ નાની કાશી સંગીતના સાધનોથી ગુંજી ઉઠ્યું હતું. જ્યાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડી પહોંચ્યા બાદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જનતાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ હિમાચલ રાજ્યને માંગ્યા વગર ઘણું આપ્યું છે. તેમણે હિમાચલને મેડિકલ કોલેજમાંથી IIM અને કેન્દ્રીય વિદ્યાલય આપવા બદલ પીએમનો આભાર માન્યો.

ઠાકુરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરાવ્યું, કેદારનાથ ધામનું જીર્ણોદ્ધાર કરાવ્યું, સોમનાથને ભવ્ય દેખાવ આપ્યો. રામલલાના જન્મસ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે પહેલા લોકોને સારવાર માટે PGI ચંદીગઢ અને દિલ્હીની AIIMSમાં જવું પડતું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે અહીં AIIMS હોસ્પિટલ, 550 કરોડ રૂપિયાની PGI, 4 મેડિકલ કોલેજ અને ઘણી હોસ્પિટલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચોઃ

શું મંદિરોમાં ફરી લાગશે તાળા ? મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati