ગંગા આપણા માટે માત્ર એક જળ સ્ત્રોત નથી પરંતુ તે આપણા પ્રાચીન ઇતિહાસ સાક્ષી છે. આઝાદી પછી ગંગા કિનારાના વિકાસ અટકેલો હતો. અમે તેને વેગ આપ્યો છે.નમામી ગંગેના માધ્યમથી ગંગાજીની નિર્મળતાનું અભિયાન ચલાવ્યુ, બીજી તરફ અર્થ ગંગાનું વાતાવરણ ઉભુ કર્યુ, જે લોકો આધ્યાત્મની ખોજમાં છે તેમને વારાણસી, કાશિ બૌધ ગયા, આઘ્યાત્મની અનુભુતિ કરાવશે. આ ક્રુઝ 25 અલગ અલગ નદીની ધારા માંથી પસાર થશે, જે લોકો અલગ અલગ ભોજનના શોખીન છે તેને આ ક્રુઝ આહલાદક અનુભવ થશે, આ ક્રુઝ ન માત્ર ભારતનું ટુરીઝમ વિકસાવસે, પરંતુ ભારતમાંં રોજગારી પણ વધારશે.
ભારતમાં પર્યટનનો એક બુલંદ સમય શરૂ થયો છે અને આ ક્રુઝ તેનું ઉતમ ઉદાહરણ છે, છેલ્લા આઠ વર્ષમાં ભારતે આસ્થાના સ્થળ, તિર્થો અને ઔતિહાસીક સ્થળોના વિકાસમાં ધ્યાન આપ્યું છે.
આ ક્રૂઝ તેના 31 મુસાફરો સાથે વારાણસીના રવિદાસ ઘાટથી રવાના થઈ હતી. તમામ મુસાફરો 51 દિવસની યાત્રા પર રવાના થઈ ગયા છે. આ દરમિયાન આ ક્રૂઝ 50 સ્થળો પરથી પસાર થશે, જેમાં પ્રવાસીઓ માત્ર ગંગાના કિનારે જ નહીં, પરંતુ અહીંની સંસ્કૃતિની ઝલક પણ જોઈ શકશે.
ગંગા વિલાસ ક્રૂઝ પાસે જિમ, સ્પા સેન્ટર, લેક્ચર હાઉસ, લાઇબ્રેરી છે. ક્રુઝમાં સવાર લોકોને તમામ સુવિધાઓ આપવા માટે 40 ક્રૂ મેમ્બર પણ હાજર રહેશે. ગંગા વિલાસ ક્રૂઝમાં 31 મુસાફરોને ફાઈવ સ્ટાર હોટલ કરતાં વધુ સુવિધાઓ મળશે. જહાજને ખાસ કરીને વારાણસી અને ગંગાના પટ્ટામાં ધાર્મિક પ્રવાસન પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ યાત્રા કુલ 3200 કિલોમીટરની હશે. 51 દિવસની આ યાત્રા ભારત અને બાંગ્લાદેશની 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશે. આ યાત્રા વર્લ્ડ હેરિટેજ સાથે સંબંધિત 50 થી વધુ સ્થળો પર રોકાશે. તે સુંદરવન ડેલ્ટા અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સહિત જલયાન રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાંથી પણ પસાર થશે.
ક્રુઝ રાઈડ માટે એક દિવસના 50,000 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે જો કોઈ વ્યક્તિ 51 દિવસની મુસાફરી કરે છે તો તેને 25 લાખ રૂપિયા ચૂકવવા પડશે. તે વારાણસીથી કોલકાતાની વન-વે રાઈડ અથવા વારાણસીથી ડિબ્રુગઢની રાઉન્ડ ટ્રીપ પ્રદાન કરશે. પ્રવાસીઓ વેબસાઈટ દ્વારા આ ક્રૂઝ બુક કરી શકે છે પરંતુ શરૂઆતમાં માંગ ઘણી વધારે છે અને જહાજ વર્ષમાં પાંચ સફર કરશે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..