Lata Mangeshkar Award: પ્રથમ લતા મંગેશકર સન્માન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે, મંગેશકર પરિવારે કરી જાહેરાત

મંગેશકર પરિવાર માટે આવનારી 24 એપ્રિલ ખૂબ જ ખાસ બનવાની છે કારણ કે આ વખતે તેઓએ એક ખાસ એવોર્ડ શરૂ કર્યો છે. આ એવોર્ડ સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકરના(Lata Mangeshkar ) નામે આપવામાં આવશે.

Lata Mangeshkar Award: પ્રથમ લતા મંગેશકર સન્માન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે, મંગેશકર પરિવારે કરી જાહેરાત
PM modi will get lata mangeshkar award
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 7:06 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી (Lata Mangeshkar)સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે સોમવારે આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ પર 24 એપ્રિલે વડાપ્રધાનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે અવસાન પામેલા લતા મંગેશકરના સન્માન અને સ્મૃતિમાં (Lata Mangeshkar Award) આ વર્ષથી આ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે.

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ

મંગેશકર પરિવાર કહ્યું કે,આ વર્ષે ગુરુ દીનાનાથ જીનો 80મો સ્મૃતિ દિવસ છે અને તે અવસર પર અમે પ્રથમ વખત “લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ” એનાયત કરીશું. આ પુરસ્કાર દર વર્ષે ફક્ત એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે આપણા રાષ્ટ્ર, લોકો અને આપણા સમાજ માટે અગ્રણી, પ્રસિદ્ધ અને અનુકરણીય યોગદાન આપ્યું હોય.

જાણો મંગેશકર પરિવારનું શું કહેવું છે ?

મંગેશકર પરિવારે (Mangeshkar Family)જણાવ્યું હતું કે અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે આ એવોર્ડના પ્રથમ વિજેતા અન્ય કોઈ નહીં પણ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તે આપણા સૌથી માનનીય નેતા છે; તેઓ એક આંતરરાષ્ટ્રીય રાજકારણી છે જેમણે ભારતને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર મૂક્યું છે. આપણા પ્રિય રાષ્ટ્રમાં દરેક પાસાઓ અને પરિમાણમાં જે અદ્ભુત પ્રગતિ થઈ રહી છે તે તેમનાથી પ્રેરિત છે. આ એવોર્ડ સ્વીકારવા બદલ અમારો પરિવાર અને ટ્રસ્ટ વડાપ્રધાન મોદીનો આભાર માને છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

24 એપ્રિલે એવોર્ડ સમારોહ યોજાશે

ઉલ્લેખનીય છે કે, માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન, એક સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે છેલ્લા બત્રીસ (32) વર્ષથી મંગેશકર પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે. આ અંતર્ગત સંગીત, નાટક, કલા, તબીબી વ્યાવસાયિકો અને સામાજિક કાર્ય ક્ષેત્રના દિગ્ગજોનું સન્માન કરવામાં આવે છે. આ કાર્યક્રમ દર વર્ષે 24 એપ્રિલ એટલે કે માસ્ટર દીનાનાથજીના સ્મૃતિ દિવસના રોજ આયોજિત કરવામાં આવે છે. સુશ્રી ઉષા મંગેશકર સમારોહની અધ્યક્ષતા કરશે અને એવોર્ડ વિજેતાઓને તેમના હસ્તે એવોર્ડ આપવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Mahatma Phule Biopic First Look : કોણ હતા મહાત્મા ફુલે, જેની બાયોપિકમાં પ્રતિક ગાંધી અને પત્રલેખા જોવા મળશે

g clip-path="url(#clip0_868_265)">