તમિલનાડુ દુર્ઘટના પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

|

Apr 27, 2022 | 11:41 AM

PMએ કહ્યું 'તમિલનાડુના (Tamilnadu) તંજાવુરમાં થયેલા અકસ્માતથી ખૂબ જ દુ:ખ થયું. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય.'

તમિલનાડુ દુર્ઘટના પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
PM Modi expressed grief over Tamil Nadu accident

Follow us on

તમિલનાડુના (Tamilnadu)  તંજાવુરમાં (Thanjavur)  કાલીમેડુ સ્થિત મંદિરમાં વીજ કરંટ લાગવાથી 11 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પણ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. PMએ કહ્યું તમિલનાડુના તંજાવુરમાં થયેલા અકસ્માતથી ખૂબ જ દુ:ખ થયું. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. આ ઉપરાંત, PM મોદીએ  (Pm Modi) મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે PNRF તરફથી પ્રત્યેક 2 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. તેમજ ઈજાગ્રસ્તો માટે 50,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 5 લાખ રૂપિયાની જાહેરાત કરી

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તંજાવુર જિલ્લાના કાલીમેડુ ગામમાં રથ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી આજે સવારે 11:30 કલાકે અકસ્માત સ્થળે પહોંચશે.

મંદિરમાં 94મો અપ્પર ગુરુપૂજા ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો

કાલીમેડુના મંદિરમાં 94મો અપ્પર ગુરુપૂજા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં મંગળવાર રાતથી આસપાસના વિસ્તારોમાંથી ભક્તોની ભારે ભીડ હતી. આ દરમિયાન બુધવારે સવારે પરંપરાગત રથયાત્રા શહેરના માર્ગો પર નિકળી હતી. કાર્યક્રમમાં સામેલ ભક્તો મંદિરના રથને રસ્તા પરથી ખેંચી રહ્યા હતા, ત્યારે રથને ખસેડતી વખતે તેમાં ઈલેક્ટ્રીક વાયરમાં કરંટ લાગવાથી 2 બાળકો સહિત 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ પછ, કરંટથી ઘાયલ થયેલા ઘણા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : તમિલનાડુ : તંજાવુરના મંદિરમાં મોટી દુર્ઘટના, વીજ કરંટના કારણે 11 થી વધુ શ્રદ્ધાળુઓના મોત

Next Article