દિકરીના જન્મની અનોખી ઉજવણી, દિકરીનો જન્મ થતા આ પેટ્રોલ પંપના માલિકે ગ્રાહકોને આપ્યું ‘ફ્રી પેટ્રોલ’
મોટા ભાઈના મૃત્યુ બાદ પેટ્રોલ પંપના માલિકે ભત્રીજીના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા. ત્યારે ભત્રીજીના ઘરે નવરાત્રીમાં દિકરીનો જન્મ થતા પેટ્રોલ પંપના માલિકે ગ્રાહકોને ફ્રીમાં પ્રેટ્રોલ આપ્યુ હતું.
Madhya Pradesh : નવરાત્રિમાં દરેક વ્યક્તિ પરિવારમાં નવા મહેમાન તરીકે દીકરીના આગમનની ઈચ્છા રાખે છે અને જો તેની ઈચ્છા પૂરી થાય તો તે ખુશીમાં ચાર ચાંદ લાગી જાય છે. આવું જ કંઈક મધ્યપ્રદેશના બૈતુલમાં જોવા મળ્યુ છે. અહીં પ્રેટ્રોલ પંપના માલિકની ભત્રીજીએ દીકરીને જન્મ આપતા તેણે ગ્રાહકોને ખાસ ઓફર આપીને એકસ્ટ્રા પેટ્રોલ (Extra Petrol) આપ્યુ હતુ.
શિખાના પિતાનુ નાની ઉંમરમાં મૃત્યુ થયુ
તમને જણાવી દઈએ કે, બૈતુલ જિલ્લાના (Betul District) ગંજ વિસ્તારમાં રહેતા પેટ્રોલ પંપ માલિક રાજેન્દ્ર સૈનાણીના સ્વર્ગસ્થ મોટા ભાઈ ગોપાલદાસ સૈનાનીની પુત્રી શિખા જન્મથી જ બહેરી છે. ઘણા વર્ષો પહેલા શિખાના પિતા ગોપાલદાસનું બીમારીને કારણે અવસાન થયું, ત્યારથી જ રાજેન્દ્ર સૈનાણીએ જ શિખાને ઉછેરી હતી. એટલું જ નહીં બહેરા અને મૂંગા હોવા છતાં, તેનો સંબંધ કરીને તેના ધામધૂમથી લગ્ન કર્યા. હાલમાં શિખાનો પતિ મધ્યપ્રદેશના ભોપાલમાં (Bhopal) કામ કરે છે.
શિખાના ધરે પારણુ બંધાતા કાકાએ કરી અનોખી ઉજવણી
રાજેન્દ્ર સૈનાનીએ પોતાની ભત્રીજી બહેરી અને મૂંગી હોવાથી તેણે સંકલ્પ લીધો હતો કે, શિખાના ધરે પારણુ બંધાશે ત્યારે તે તેને યાદગાર ક્ષણમાં ફેરવી દેશે. ત્યારે શિખાના (Sikha) આંગણામાં નવજાત બાળકીની કિલકારીથી સમગ્ર પરિવારનું વાતાવરણ ખુશનુમા જોવા મળ્યુ. ખુશીની આ ક્ષણમાં પરિવારે મીઠાઈ વહેંચવાના સાથે ગ્રાહકોને એકસ્ટ્રા પેટ્રોલ આપીને અનોખી ઉજવણી કરી.
પેટ્રોલ પંપના માલિકે આ ખાસ ઓફર આપી હતી
ભત્રીજીના ઘરે લાડલી લક્ષ્મીના આગમન પર ખુશી બમણી કરવા માટે, રાજેન્દ્રએ તેના પેટ્રોલ પંપ (Petrol Pump) પર ત્રણ દિવસ માટે ખાસ ઓફરની જાહેરાત કરી. આ મુજબ ગ્રાહકોને સવારે 9 થી 11 અને સાંજે 5 થી 7 સુધી વધુ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર હેઠળ, ગ્રાહકો 100 રૂપિયાના પેટ્રોલ પર 5 ટકા અને 200 થી 500 રૂપિયાના પેટ્રોલ પર 10 ટકા વધુ પેટ્રેલ આપવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર પોલીસને માફિયા કહેવા બદલ CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો “માફિયા”