PM Modi Rally : PM મોદીની રેલીને પગલે કડક સુરક્ષા, કાળા કપડા પહેરેલા લોકોને નહિ મળે એન્ટ્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેહરાદૂનની મુલાકાતે છે અને તેઓ લગભગ ત્રણ કલાક ઉતરાખંડની રાજધાનીમાં રહેશે અને આ દરમિયાન તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે.

PM Modi Rally : PM મોદીની રેલીને પગલે કડક સુરક્ષા, કાળા કપડા પહેરેલા લોકોને નહિ મળે એન્ટ્રી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 7:50 AM

PM Modi Rally :  ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં (Dehradun)આજે પરેડ ગ્રાઉન્ડમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi)  જાહેરસભાની તમામ તૈયારીઓ પોલીસ અને વહીવટીતંત્રએ(Administration)  પૂર્ણ કરી લીધી છે. જિલ્લા વહીવટીતંત્ર આ રેલી માટે અગાઉથી જ તૈયારી શરૂ કરી હતી. રેલીના પરેડ ગ્રાઉન્ડમાં પ્રવેશવા માટે નવ દરવાજા બનાવવામાં આવ્યા છે.

કાળા કપડા પહેરનારને પ્રવેશ નહીં

સાથે જ પરેડ ગ્રાઉન્ડમાં પ્રવેશવા માટેના નિયમો પણ કડક રાખવામાં આવ્યા છે.આ રેલીમાં માસ્ક વિના પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે પીએમ મોદીની રેલીમાં(PM Modi Rally)  પર્સ અને મોબાઈલ ફોન સિવાયની અન્ય વસ્તુઓને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ કાળા કપડા પહેરનારને પણ પ્રવેશ મળશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

PM નરેન્દ્ર મોદી આજે દેહરાદૂનની મુલાકાતે છે અને તેઓ લગભગ ત્રણ કલાક ઉતરાખંડની (Uttarakhand) રાજધાનીમાં રહેશે અને આ દરમિયાન તેઓ રાજ્યને ઘણી યોજનાઓ સમર્પિત કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ તેઓ સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી આજે બપોરે પરેડ ગ્રાઉન્ડ (Pared Ground) ખાતે જનસભાને સંબોધશે. આ રેલીને લઈને ભાજપનો દાવો કર્યો છે કે રેલીમાં 1.25 લાખથી વધુ લોકો ભાગ લેશે. ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.હાલ સ્થળ પર પોલીસના કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.ઉપરાંત ડોગ સ્કવોડ અને મેટલ ડિટેક્ટર ટીમની જવાબદારી પણ પહેલેથી જ નક્કી કરવામાં આવી છે.

સ્ટેજની પાછળ હેલિપેડ બનાવવામાં આવ્યું

વડાપ્રધાનની જાહેર સભા માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટેજ પર બેઠક વ્યવસ્થાની સાથે સંબોધન માટે પોડિયમ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. આ સાથે સ્ટેજની દિવાલ પર એક વિશાળ ટીવી સ્ક્રીન લગાવવામાં આવી છે અને ઉપર વોટરપ્રૂફ છત તૈયાર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સામાન્ય જનતા અને કાર્યકરો માટે સ્ટેજથી 150 મીટર દૂર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવવુ રહ્યુ કે, PM મોદી સીધા પરેડ ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચશે. આ માટે સ્ટે જ પાછળ જ હેલિપેડ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : IMD Alert: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે તોફાન ‘જવાદ’, ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા, ભારે વિનાશ સર્જી શકે છે

g clip-path="url(#clip0_868_265)">