મોહરમ અને ગણેશ ચતુર્થીનો તહેવાર એકસાથે ઉજવાયો પણ આ ફોટો વર્ષો સુધી લોકોને યાદ રહી જશે

દાદરા નગર હવેલીના સેલવાસનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. મોહરમ અને ગણેશ વિસર્જનની એક સાથે ઝલક દેખાડતો ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ભારતમાં સૌહાર્દના દૃશ્યો અને બે તહેવારની ઉજવણી એક સાથે બહુ ઓછી વખત જોવા મળતી હોય છે. ડિવાઈડરની એક તરફ ખૂદાની ઈબાદત અને બીજી તરફ ગણેશજીના વિસર્જનનું દૃશ્ય જોવા […]

મોહરમ અને ગણેશ ચતુર્થીનો તહેવાર એકસાથે ઉજવાયો પણ આ ફોટો વર્ષો સુધી લોકોને યાદ રહી જશે
TV9 Webdesk12

|

Sep 13, 2019 | 2:58 PM

દાદરા નગર હવેલીના સેલવાસનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. મોહરમ અને ગણેશ વિસર્જનની એક સાથે ઝલક દેખાડતો ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ભારતમાં સૌહાર્દના દૃશ્યો અને બે તહેવારની ઉજવણી એક સાથે બહુ ઓછી વખત જોવા મળતી હોય છે. ડિવાઈડરની એક તરફ ખૂદાની ઈબાદત અને બીજી તરફ ગણેશજીના વિસર્જનનું દૃશ્ય જોવા મળી રહી છે. અને આ જ ફોટોમાં માનવતા, ભાઈચારો, મોહબત અને સૌહાર્દ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ નીલકંઠ વર્ણીના વિવાદ બાદ લોક કલાકારો પર ટિપ્પણીને લઈ ઓવોર્ડ પરત કરવાની ઝુંબેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રોજબરોજ અનેક ધાર્મિક, ઉન્માદના સમાચાર આવતા હોય છે. તે વચ્ચે આ ફોટો ઘણી બધી વાતોનો જવાબ આપી દીધો છે. મોબ લિંચિંગની દુર્ઘટનાનું ખંડન કરતી આ તસ્વીર પ્રતિકાત્મક છે. લોકો આ ફોટોને પોતાના ટ્વીટર પર ફેસબુક પર અનેક સોશિયલ મીડિયાના પ્લેટ ફોર્મ પર ફેલાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati