ગુગલે પ્લે સ્ટોર પરથી Paytm એપને હટાવી, જાણો શું છે કારણ?
ગુગલે પેટીએમને મોટો ઝટકો આપ્યો છે. ગુગલે પ્લે સ્ટોર પરથી પેટીએમની બે એપને હટાવી દીધી છે. પેટીએમ પર ગુગલની પોલિસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ગુગલ પ્રોડેક્ટના ઉપ પ્રમુખ સુઝાન ફ્રે લખ્યું કે, અમે ઓનલાઈન કેસિનોને પરમિશન આપતાં નથી, કે પછી એવી કોઈ પણ એપનું સમર્થન કરતાં નથી કે જે ગેમ્બલિંગની સુવિધા આપે છે. જો કોઈ […]

ગુગલે પેટીએમને મોટો ઝટકો આપ્યો છે. ગુગલે પ્લે સ્ટોર પરથી પેટીએમની બે એપને હટાવી દીધી છે. પેટીએમ પર ગુગલની પોલિસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ગુગલ પ્રોડેક્ટના ઉપ પ્રમુખ સુઝાન ફ્રે લખ્યું કે, અમે ઓનલાઈન કેસિનોને પરમિશન આપતાં નથી, કે પછી એવી કોઈ પણ એપનું સમર્થન કરતાં નથી કે જે ગેમ્બલિંગની સુવિધા આપે છે. જો કોઈ એપ ઉપભોક્તાઓને કોઈ બહારની વેબસાઈટ પર લઈ જાય છે, જ તેઓને અસલી પૈસા કે રોકડ પુરસ્કાર જીતવા માટે પેમેન્ટ કરેલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પરમિશન આપે છે, તે પોલિસીનું ઉલ્લંઘન છે. આ મામલે પેટીએમ ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોને સંદેશો આપતાં લખ્યું કે, હાલ ગુગલ પ્લે સ્ટોર પેટીએમ એપ ડાઉનલોડ કે અપડેટ કરવી ઉપલબ્ધ નથી. ગ્રાહકોને તેની તમામ રકમ સુરક્ષિત હોવાની ખાતરી આપી. હવે યુઝર પ્લે સ્ટોર પરથી પેટીએમ એપ ડાઉનલોડ અથવા અપડેટ નહિ કરી શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Latest News Updates





