Parliament session highlights: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું- દેશમાં દર વર્ષે 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે
સોમવારે લોકસભામાં ઘણા સાંસદોએ કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે દરેક સાંસદને 10 બેઠકોના ક્વોટાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કેટલાક સાંસદોએ માગ કરી હતી કે ક્વોટાની સંખ્યા વધારવી જોઈએ નહીં તો તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવી જોઈએ.
Parliament budget 2022 session live updates: બજેટ સત્રનો (Budget Session) બીજો તબક્કો ચાલી રહ્યો છે. સંસદના(Parliament) બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા)ની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો હતો. કોરોના સંકટને (Corona) ધ્યાનમાં રાખીને આ વખતે બજેટ સત્રનું બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન સ્થાયી સમિતિઓ મંત્રાલયોના અનુદાન માટેની માંગણીઓની તપાસ કરશે અને તેના પર અહેવાલ તૈયાર કરશે. બીજા તબક્કામાં સત્રમાં 19 બેઠકો થશે.
LIVE NEWS & UPDATES
-
દેશના 257 પોલીસ સ્ટેશનમાં એક પણ વાહ નથી
કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં માહિતી આપી હતી કે, દેશના 257 પોલીસ સ્ટેશનોમાં કોઈ વાહન નથી અને 638 પોલીસ સ્ટેશનોમાં કોઈ ટેલિફોન કનેક્શન નથી.
-
લોકસભામાં કાર્યવાહીનો સમય એક કલાક વધારવામાં આવ્યો
લોકસભાની કાર્યવાહી એક કલાક લંબાવવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની અનુદાનની માંગણીઓ પર ગૃહમાં ચર્ચા ચાલી રહી છે.
-
-
Terrorism થી Tourism તરફ જઈ રહ્યું છે જમ્મૂ-કાશ્મીર: પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડી
રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ 2022 પર ચર્ચા દરમિયાન પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં ‘મિશન યૂથ’ હેઠળ રોજગાર આપવા માટે પ્રશંસનીય પહેલ કરવામાં આવી રહી છે. 36 હજાર શિક્ષકોને નિયમિત કરવામાં આવ્યા છે. આજે જમ્મુ-કાશ્મીર આતંકવાદથી પર્યટન તરફ જઈ રહ્યું છે.
-
અમારે પૈસાની જરૂર છે પણ લોકોને મુશ્કેલી ન આપી શકીએ: ગડકરી
નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું કે, અમને પૈસા જોઈએ છે પરંતુ લોકોને તકલીફ આપી શકતા નથી. તેમણે કહ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે એ ફરજિયાત બનાવ્યું છે કે 8 મુસાફરો સુધીની દરેક કારમાં 6 એરબેગ હોવી જોઈએ.
-
કેન્દ્રીય કેબિનેટે નવી રોકાણ નીતિ-2012ના વિસ્તરણને આપી મંજૂરી
ભારત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટે હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ અને રસાયણ લિમિટેડના ત્રણ એકમો માટે નવી રોકાણ નીતિ-2012ના વિસ્તરણને મંજૂરી આપી છે.
-
-
દરેક ભારતીય કાયદેસર રીતે વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલા છે
સરકારે લોકસભામાં કહ્યું કે, દરેક ભારતીય કાનૂની રીતે વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલો છે.
-
કેબિનેટે 2022-23 સીઝન માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી
કેબિનેટે 2022-23 સીઝન માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી છે. 2022-23ની સીઝન માટે કાચા શણની MSP રૂ. 4750/- પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, જે પાછલા વર્ષની સરખામણીએ રૂ. 250નો વધારો છે.
-
ફારુક અબ્દુલ્લાએ કાશ્મીરી પંડિતો પર પૂછવામાં આવેલા સવાલ પર આપ્યો જવાબ
સંસદમાંથી બહાર નીકળતી વખતે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કાશ્મીરી પંડિતો પર પૂછાયેલા સવાલ પર પોતાનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, “મને લાગે છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે એક કમિશનની નિમણૂક કરવી જોઈએ અને તે તેમને જણાવશે કે કોણ જવાબદાર છે”. જો તમારે સત્ય જાણવું હોય તો તમારે કમિશન નીમવું જોઈએ.
#WATCH | Delhi: National Conference president Farooq Abdullah speaks on questions on Kashmiri Pandits. He says, “I think they (BJP-led Central Govt) should appoint a commission & that’ll tell them who is responsible…You want to know the truth, you should appoint a commission.” pic.twitter.com/kPFBbmWQKJ
— ANI (@ANI) March 22, 2022
-
દેશના રસ્તા 2024 પહેલા અમેરિકા જેવા બનાવાશે- નીતિન ગડકરી
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું કે, 2024 પહેલા દેશના રસ્તાઓ અમેરિકા જેવા બનાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ઘણા શહેરો દિલ્હીથી 2 કલાક દૂર હશે. આ સાથે શ્રીનગરથી મુંબઈનો રસ્તો માત્ર 20 કલાકનો રહેશે.
-
આપણું કાશ્મીર સ્વિટ્ઝર્લેન્ડ કરતાં અનેકગણું સારું છેઃ નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની અનુદાનની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કહ્યું, “આપણું કાશ્મીર સ્વિટ્ઝર્લેન્ડ કરતા અનેકગણું સારું છે, જો પ્રવાસન હશે તો કોઈ ગરીબ નહીં રહે.”
-
આઝમ ખાને પણ લોકસભામાંથી રાજીનામું આપ્યું
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને પણ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં યોજાયેલી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં તેઓ રામપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. આ પહેલા પાર્ટીના વડા અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
-
2018 થી J-Kમાં ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે: નિત્યાનંદ રાય
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર 2018થી ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે. 2018થી જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં અંદાજિત શુદ્ધ ઘૂસણખોરી 366 છે.
-
અખિલેશ યાદવે લોકસભામાંથી આપ્યું રાજીનામું
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભામાંથી રાજીનામું આપતાં એ નક્કી થઈ ગયું છે કે અખિલેશ કરહાલથી ધારાસભ્ય તરીકે બન્યા રહેશે.
-
2020 માં UAPA હેઠળ 796 કેસ નોંધાયા: ગૃહ રાજ્ય મંત્રી
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 2020માં સમગ્ર દેશમાં 796 UAPA કેસ નોંધાયા હતા, જેમાંથી 398 કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જ્યારે 27 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
-
રાજ્યસભાએ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી
ચીનમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે રાજ્યસભાએ એક મિનિટનું મૌન પાળ્યું હતું.
-
રાજ્યસભામાં ફરી કાર્યવાહી સ્થગિત
ઈંધણના ભાવ વધારાને લઈને થયેલા હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
-
વસ્તી ગણતરીમાં પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છેઃ નિત્યાનંદ રાય
લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતુ કે, દરેક વ્યક્તિ કાયદેસર રીતે વસ્તી ગણતરીના પ્રશ્નોના તેના શ્રેષ્ઠ જ્ઞાન અથવા માન્યતા મુજબ જવાબ આપવા માટે બંધાયેલા છે. વસ્તીગણતરી અને રાષ્ટ્રીય વસ્તી નોંધણી સુચારૂ રીતે હાથ ધરવા માટે રાજ્ય સરકારના સહયોગથી તમામ જરૂરી પગલાં લેવામાં આવે છે.
-
ખબર નથી કોણે તેમને જીત અપાવી: જયા બચ્ચન
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ જયા બચ્ચને કહ્યું કે, આ સરકાર ચૂંટણી બાદ આવું જ કરે છે, અખિલેશ યાદવે તેમના પ્રચારમાં વારંવાર કહ્યું કે લોકો સાવચેત રહો, ચૂંટણી પછી ભાવ વધશે. ખબર નથી કોણે તેમને જીત અપાવી….!
-
મોદી સરકારે ફરી એકવાર ગરીબો વિરુદ્ધ પોતાની નીતિ જાહેર કરી : મલ્લિકાર્જુન ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોદી સરકારે ફરી એકવાર ગરીબો વિરુદ્ધ પોતાની નીતિ જાહેર કરી છે. આજે તે જનતા પાસેથી 10,000 કરોડ રૂપિયા પોતાના ખિસ્સામાં નાખે છે. દર વખતે તેઓ એક્સાઈઝ ડ્યુટી પણ વધારી રહ્યા છે.
-
આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયોઃ મલ્લિકાર્જુન ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમારી પાર્ટી દ્વારા 267ની નોટિસ આપવામાં આવી હતી, જેને અમે ગૃહમાં ઉઠાવી રહ્યા હતા,પરંતુ સ્પીકરે કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરી દીધી. તમામ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
-
બપોરે 12 વાગ્યા સુધી સંસદની કાર્યવાહી સ્થગિત
સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
-
PM મોદીએ સંસદમાં મંત્રીઓ સાથે બેઠક કરી
PM નરેન્દ્ર મોદી સંસદમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ અને નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય પ્રધાનો સાથે વિવિધ મુદ્દાઓ અને ચાલુ બજેટ સત્ર માટે સરકારની વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે બેઠક કરી રહ્યા છે.
-
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર કેન્દ્રીય GST છુટની માંગ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુશીલ મોદીએ રાજ્યસભામાં શુન્ય કાળ નોટિસ આપીને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર કેન્દ્રીય GST છુટની માગ કરી છે.
-
LPG ના વધતા ભાવ મુદ્દે ચર્ચાની માગ
TMC સાંસદ ડોલા સેને નિયમ 267 હેઠળ રાજ્યસભામાં સસ્પેન્શન નોટિસ આપી છે. તેમણે કેરોસીન અને LPGની વધતી કિંમતો મુદ્દે ચર્ચાની માગ કરી છે.
TMC MP Dola Sen gives suspension notice under rule 267 in Rajya Sabha, to discuss the issue of ‘Rising prices of kerosene oil and LPG’
— ANI (@ANI) March 22, 2022
-
લોકસભામાં KVમાં ક્વોટા પર ચર્ચા
સોમવારે લોકસભામાં ઘણા સાંસદોએ કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે દરેક સાંસદને 10 બેઠકોના ક્વોટાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કેટલાક સાંસદોએ માગ કરી હતી કે ક્વોટાની સંખ્યા વધારવી જોઈએ નહીં તો તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવી જોઈએ. દરેક સાંસદને તેમના મતવિસ્તારમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે 10 બેઠકોનો ક્વોટા મળે છે, જેમાં વિસ્તારના કોઈપણ વિદ્યાર્થીને તેમની ભલામણ પર આ શાળાઓમાં પ્રવેશ આપી શકાય છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે મંત્રી આ વિષય પર તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કરશે અને પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
Published On - Mar 22,2022 10:26 AM