AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar: લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના કોઈ મોટા નેતા હાજર ન હતા, મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કારણ

એક વાત જે ચર્ચાનો વિષય બની રહી છે તે છે કે, લતા દીદીના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતા જોવા મળ્યા ન હતા. આનું કારણ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું છે.

Lata Mangeshkar: લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના કોઈ મોટા નેતા હાજર ન હતા, મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કારણ
PM Modi came to Shivaji Park to pay his last farewell to Lata Mangeshkar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 5:27 PM

ભારત રત્ન લતા મંગેશકરનું (Lata Mangeshkar) રવિવારે સવારે 8.12 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 28 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. તેમને ન્યુમોનિયા થયો હતો. પરંતુ આ દરમિયાન શરીરના ઘણા અંગોને નુકસાન થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. સાંજે મુંબઈના શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં હાજરી આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી મુંબઈ પહોંચ્યા હતા. લતા દીદીને વિદાય આપવા માટે પીએમ ઉપરાંત સીએમ ઉદ્ધવ ઠાકરે, ગવર્નર ભગત સિંહ કોશ્યરી, ડેપ્યુટી સીએમ અજિત પવાર, વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, એનસીપી ચીફ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, સાંસદ સુપ્રિયા સુલે, પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે હાજર રહ્યા હતા.

ખેલ જગતમાંથી ભારત રત્ન સચિન તેંડુલકર હાજર રહ્યા હતા. સિનેમા જગતમાંથી શાહરૂખ ખાન અને જાવેદ અખ્તર હાજર રહ્યા હતા. પરંતુ એક વાત જે ચર્ચાનો વિષય બની રહી છે તે એ છે કે લતા દીદીના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતા દેખાયા ન હતા. આનું કારણ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે કહે છે કે તેમના ઘણા મંત્રીઓ કોરોના પોઝિટિવ છે. નાનાએ પોતાના અને મંત્રી અસલમ શેખ વિશે જણાવ્યું કે તેઓ કનેક્ટિવિટીને કારણે ઘણા દૂર હતા. તેથી જ તેઓ પહોંચી શક્યા ન હતા.

અર્જુન રામપાલના પરિવાર વિશે જાણો
Plant in pot : ઘરે ઉગાડો આ છોડ, સાપ રહેશે કોસો દૂર
ડાયલોગ કિંગ્સ સંજય મિશ્રાનો આવો છે પરિવાર
Sattu drink: આ લોકોએ સત્તુ ભૂલથી પણ ન પીવું જોઈએ
ઘરના મુખ્ય દરવાજા પાસે કચરાની ડોલ મુકવી યોગ્ય છે કે નહીં? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
છાશમાં સંચળ નાખીને પીવું જોઈએ કે સાદું મીઠું? નિષ્ણાતો પાસેથી જાણો

લતા મંગેશકરનું સ્મારક બને, ભાજપની આ માંગ સાથે નાના પટોલેનો પણ સુર મળ્યો

મુંબઈના શિવાજી પાર્કમાં જ્યાં લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં લતા મંગેશકરનું સ્મારક બનાવવાની માંગ કરવામાં આવી છે. ભાજપના નેતા અને ધારાસભ્ય રામ કદમની આ માંગને નાના પટોલેએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ભવ્ય સ્મારક બનાવવું જોઈએ. કોંગ્રેસ પણ આ સાથે સંમત છે કારણ કે લતા દીદી આંતરરાષ્ટ્રીય દરજ્જાના વ્યક્તિ હતા.

નાના પટોલેએ કર્યું શાહરૂખ ખાનનું સમર્થન

લતા દીદીના અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા અભિનેતા શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે જે રીતે દુઆ વાંચી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રશ્ન પર નાના પટોલેએ કહ્યું કે તમામ ધર્મોની અલગ-અલગ પ્રકારની પ્રાર્થના અને પૂજા પ્રથા છે. જો તેમણે ત્યાં તેમની ધાર્મિક રીતે દુઆનો પાઠ કર્યો, તો તેમાં કોઈ નુકસાન નથી.

આ પણ વાંચો :  Mumbai Local Mega Block: સેન્ટ્રલ રેલવેના મેગા બ્લોકનો આજે છેલ્લો દિવસ છે, મુંબઈ લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોના મુસાફરોની મુશ્કેલીનો આવશે અંત

g clip-path="url(#clip0_868_265)">