AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ: દાનિશ અલીએ જણાવ્યું કે કયા સાંસદના મહેમાન હતા હુમલાખોર, નામ પણ કર્યું જાહેર

સંસદના શિયાળુ સત્ર દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. 2 અજાણ્યા લોકો લોકસભામાં ઘૂસ્યા હતા અને હંગામો મચાવ્યો હતો અને કાર્યવાહી દરમિયાન સાંસદો જ્યાં બેઠા હતા તે બેઠકો પર કૂદી પડ્યા હતા. BSP સાંસદ દાનિશ અલીએ આ માહિતી આપી છે કે અંદર ઘૂસેલા વ્યક્તિનું નામ સાગર હતું. આ વ્યક્તિ મૈસુરના સાંસદના મહેમાન બનીને સંસદમાં પ્રવેશ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ: દાનિશ અલીએ જણાવ્યું કે કયા સાંસદના મહેમાન હતા હુમલાખોર, નામ પણ કર્યું જાહેર
Parliament Attack
| Updated on: Dec 13, 2023 | 2:12 PM
Share

સંસદના શિયાળુ સત્ર દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. 2 અજાણ્યા લોકો લોકસભામાં ઘૂસ્યા હતા અને હંગામો મચાવ્યો હતો અને કાર્યવાહી દરમિયાન સાંસદો જ્યાં બેઠા હતા તે બેઠકો પર કૂદી પડ્યા હતા. BSP સાંસદ દાનિશ અલીએ આ માહિતી આપી છે કે અંદર ઘૂસેલા વ્યક્તિનું નામ સાગર હતું. આ વ્યક્તિ મૈસુરના સાંસદના મહેમાન બનીને સંસદમાં પ્રવેશ્યા હતા.

સાંસદો લોકસભામાંથી દોડીને બહાર આવી ગયા

સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે, અચાનક બંને લોકોએ પીળો ધુમાડો ઉડાવવાનું શરૂ કર્યું હતું. મેં તેનો સિક્યોરિટી પાસ જોયો તો તેમાં સાગરનું નામ લખેલું હતું. તૃણમૂલ સાંસદ કાકોલી ઘોષે કહ્યું કે, આ ઘટના બાદ સાંસદો લોકસભામાંથી દોડીને બહાર આવી ગયા હતા. ગેલેરીમાં બેઠેલો કોઈ માણસ ગૃહમાં કચરો અને ગેસ જેવી વસ્તુઓ ફેંકી રહ્યો હતો.

કોઈ વ્યક્તિ તેના જૂતામાં બોમ્બ પણ લઈને આવી શકે

સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને કહ્યું કે, પ્રેક્ષક ગેલેરીમાંથી 2 લોકો અચાનક લોકસભાની ચેમ્બરમાં કૂદ્યા હતા અને પોતાના જૂતામાંથી કંઈક કાઢ્યુ હતું, જેના કારણે ગેસ ફેલાયો હતો. તેમણે એમ પણ કહ્યું કે, આ ગેસ કયો હતો, શું તે ઝેરી ગેસ હતો કે નહીં? તેમણે કહ્યુ કે, સંસદની સુરક્ષામાં ખૂબ જ ગંભીર ખામીઓ છે. આ રીતે, કોઈ વ્યક્તિ તેના જૂતામાં બોમ્બ પણ લઈને આવી શકે છે.

આ પણ વાંચો : 22 વર્ષ બાદ ફરી લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક, બે વ્યક્તિ ગૃહની કાર્યવાહીમાં ઘૂસી ગયા, જુઓ વીડિયો

અન્ય સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે, અચાનક બે લોકો ગૃહમાં આવે છે. 22 વર્ષ પહેલા પણ આ જ રીતે સંસદ પર હુમલો થયો હતો. ખાસ વાત એ છે કે સંસદની સુરક્ષામાં ક્ષતિની આ ઘટના 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર બની છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">