પાકિસ્તાનની નેશનલ પોલીસી આતંકવાદ, ચીન અને પાક સુધરી જાય નહીતર જડબાતોડ જવાબ મળશે- આર્મી ચીફ નરવણે

પાકિસ્તાનની નેશનલ પોલીસી આતંકવાદ, ચીન અને પાક સુધરી જાય નહીતર જડબાતોડ જવાબ મળશે- આર્મી ચીફ નરવણે
Manoj Mukunnd Narvane

પાકિસ્તાનની નેશનલ પોલીસી જ આતંકવાદ છે અને હું પાકિસ્તાન અને ચીનને વોર્ન કરૂ છું તે આવા પ્રકારનાં કરતુતમાંથી બહાર આવી જાય નહીંતર તેમણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ નિવેદન આપ્યું હતું આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે એ. પત્રકોરા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ચીનની તમામ હરકત પર અમારી નજર છે અને તેમના દ્વારા […]

Pinak Shukla

|

Jan 12, 2021 | 12:46 PM

પાકિસ્તાનની નેશનલ પોલીસી જ આતંકવાદ છે અને હું પાકિસ્તાન અને ચીનને વોર્ન કરૂ છું તે આવા પ્રકારનાં કરતુતમાંથી બહાર આવી જાય નહીંતર તેમણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ નિવેદન આપ્યું હતું આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે એ.

પત્રકોરા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ચીનની તમામ હરકત પર અમારી નજર છે અને તેમના દ્વારા જે પણ પ્રકારની હરકત કરવામાં આવશે તો તેને જવાબ મજબુતી જ વાળવામાં આવશે. ભારતીય સેના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે ચીને LAC પાર ગેરકાયદે નિર્માણ કાર્ય કર્યું છે. ભારતીય સેનાનાં જવાનો કોઈ પણ સ્થિતિમાં સીમા પર અડગ રહેશે.

આર્મી ચીફ નરવણે એ નવી માહિતિ આપતા જણાવ્યું કે દેશની સેનામાં ઉડ્ડ્યન વિભાગમાં હવે મહિલાઓ પણ સામેલ રહેશે. એરફોર્સ અને નેવીમાં પહેલેથી જ તેના માટે મે પરવાનગી આપી દીધી છે.

દેશની સેના લદ્દાખમાં તમામ મોરચા પર એલર્ટ હોવાનું તેમણે જણાવ્યું . ચીન અને પાકિસ્તાન બંને ભેગા મળીને ભારત વિરૂદ્ધ મજબુત ઉશ્કેરણી કરી રહ્યા છે જેને લઈને ટકરાવની સ્થિતિને ટાળી ન શકાય. આ સાથે જ તેમણે મેક ઈન ઈન્ડિયાને ધ્યાનમાં રાખતા ભારતીય સેનાનાં આધુનિકરણમાં જે પણ લાવવામાં આવશે તે 80 થી 85% ભારતીય કંપનીઓ સાથે જ કરાર કરવામાં આવશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati