પાકિસ્તાને સંસદની સંયુક્ત બેઠકમાં કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપતુ બિલ કર્યુ પાસ

|

Nov 17, 2021 | 7:43 PM

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદની સંયુક્ત બેઠકમાં એક બિલ પસાર કર્યું છે.

પાકિસ્તાને સંસદની સંયુક્ત બેઠકમાં કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપતુ બિલ કર્યુ પાસ
Kulbhushan Jadhav(File Photo)

Follow us on

કુલભૂષણ જાધવ(Kul Bhushan Jadhav) કેસમાં પાકિસ્તાને(Pakistan) ભારતના દબાણ સામે ઝુકવું પડ્યું છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ ભારત સરકાર સમર્થિત બિલ પસાર કર્યું છે. જે મુજબ દોષિત ભારતીય કેદી (Indian prisoner) કુલભૂષણ જાધવને(Kul Bhushan Jadhav)અપીલનો અધિકાર અપાયો છે.

 

પાકિસ્તાને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના નિર્ણય અનુસાર અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદની સંયુક્ત બેઠકમાં એક બિલ પસાર કર્યું હતું. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ 10 જૂને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના નિર્ણયના સંબંધમાં ભારતીય કેદી કુલભૂષણ જાધવને અપીલનો અધિકાર આપવાનું બિલ અપનાવ્યું હતું. ICJના નિર્ણયે એસેમ્બલીને “અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર” કરવા નિર્દેશ આપ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કુલભૂષણ જાધવને ફટકારાઈ છે મૃત્યુદંડની સજા

ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી જાધવને પાકિસ્તાનની લશ્કરી અદાલતે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે જાધવને કોન્સ્યુલર એક્સેસ નકારવા અને ફાંસીની સજાને પડકારવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ ICJમાં અરજી કરી હતી.

 

ગયા મહિને પાકિસ્તાનની અદાલતે મૃત્યુદંડની સજા ધરાવતા ભારતીય કેદી કુલભૂષણ જાધવને કોર્ટમાં રજૂ કરવા માટે વકીલની નિમણૂક કરવા માટે ભારતને વધુ સમય આપ્યો હતો. લશ્કરી અદાલત દ્વારા જાધવને સંભળાવવામાં આવેલી સજા અને દોષિત ઠરાવની આ અદાલતમાં સમીક્ષા થશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)ની ત્રણ જજની બેન્ચે જાધવ માટે વકીલની નિમણૂક કરવા અંગે કાયદા મંત્રાલયના કેસની સુનાવણી કરી હતી. આ બેંચમાં ચીફ જસ્ટિસ અતહર મિનાલ્લાહ, જસ્ટિસ આમેર ફારૂક અને જસ્ટિસ મિયાંગુલ હસન ઔરંગઝેબનો સમાવેશ થાય છે.

 

 

બિલ પસાર થયા પછી કાયદા પ્રધાન ફારોગ નસીમે કહ્યું કે જો તેમણે બિલ પાસ ન કર્યું હોત તો ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગયું હોત અને ICJમાં પાકિસ્તાન વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હોત. નસીમે કહ્યું કે ICJના નિર્ણયને ધ્યાનમાં રાખીને બિલ પસાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બિલ પસાર કરીને તેમણે દુનિયાને સાબિત કરી દીધું કે પાકિસ્તાન એક “જવાબદાર રાષ્ટ્ર” છે.

 

આ પણ વાંચોઃ Surat Police Silver Scotch Award : જિલ્લા પોલીસની આત્મહત્યાના કેસને રોકવા ઉત્કૃષ્ટ કામગીરી, સ્કોચ સંસ્થા દ્વારા કરાયું સન્માન

 

આ પણ વાંચોઃ Surat: લગ્નસરા અને ક્રિસમસની સિઝનને કારણે જેમ એન્ડ જવેલરી ઉદ્યોગમાં આગઝરતી તેજી, ગોલ્ડ જવેલરીનો સ્ટોક ખુટ્યો

 

Next Article