પી ચિદમ્બરમે છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરવાના નિર્ણયને આપ્યું સમર્થન, કહ્યું- બંને વચ્ચે ન હોવો જોઈએ કોઈ ભેદભાવ
બુધવારે, કેન્દ્ર સરકારે છોકરીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો અને કેન્દ્રીય કેબિનેટે લગ્નની કાયદેસર વય પુરૂષ અને મહિલાઓ માટે સમાન બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે (P Chidambaram) છોકરીઓ માટે લગ્નની ઉંમર (age of marriage for girls) વધારીને 21 વર્ષ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું છે. શનિવારે પી ચિદમ્બરમે ટ્વિટ કર્યું હતું કે છોકરીઓ માટે લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાની સમજદારી પર ચર્ચા ચાલી રહી છે. અને તેને એવું જ બનાવવું જોઈએ જેવું એ છોકરાઓ માટે છે. સાથે એમ પણ કહ્યું કે આ અંગે મારો વિચાર એ છે કે છોકરાઓ અને છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ સમાન હોવી જોઈએ.
બુધવારે, કેન્દ્ર સરકારે છોકરીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો અને કેન્દ્રીય કેબિનેટે પુરુષો અને સ્ત્રીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર સમાન બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી. હવે તેને કાયદાકીય સ્વરૂપ આપવા માટે હાલના કાયદામાં સુધારો કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર સંસદમાં પ્રસ્તાવ રજૂ કરશે.
There is a debate on the wisdom of raising the age of marriage to 21 for girls and making it the same as it is for boys
My view is that the age of marriage should be common for both girls and boys at 21 years
— P. Chidambaram (@PChidambaram_IN) December 18, 2021
સૌથી મહત્વની વાત એ છે કે જો આ કાયદો બનશે તો આ નિયમ તમામ ધર્મોને લાગુ પડશે. આ નિર્ણય પાછળની વિચારસરણી એ છે કે જો સરકાર લગ્નની લઘુત્તમ ઉંમર વધારશે તો તેનાથી ઘણા ફેરફારો થશે, જે પરિવારો છોકરી 18 વર્ષની થાય કે તરત જ લગ્ન વિશે વિચારવાનું શરૂ કરે છે, તેઓ આમ નહીં કરે. લોકોની વિચારસરણીની સાથે મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કરોડો છોકરીઓનું જીવન બદલાશે અને ભારતની ભાવિ પેઢી સુધરશે, કારણ કે આ નિર્ણયનો આધાર વ્યાપક છે.
પીએમ મોદીએ જયા જેટલીના નેતૃત્વમાં એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી
પીએમ મોદીએ જૂન 2020માં જ જયા જેટલીના નેતૃત્વમાં એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જેણે લગ્નની ઉંમર વધારવાના દરેક પાસાઓ પર વિચાર કર્યો હતો અને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કર્યો હતો. ટાસ્ક ફોર્સે પોતાના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને કાયદામાં ફેરફારની ભલામણ કરી છે. પોતાના રિપોર્ટમાં ટાસ્ક ફોર્સે કહ્યું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે મહિલાઓની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. તેનાથી મહિલાઓનું સ્વાસ્થ્ય તો સારું રહેશે જ, પરંતુ એક સ્વસ્થ બાળકનો પણ જન્મ થશે.
આ પણ વાંચો : Omicron કેટલો ઘાતક? AIIMSના ડૉક્ટરોએ કહ્યું- બીજી લહેર જેટલો ઘાતક નહીં, પરંતુ સાવધાન રહેવું જરૂરી