AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બોલિવૂડ સ્ટાર્સ રિયલ એસ્ટેટમાંથી કરી રહ્યા છે મોટી કમાણી, દર મહિને મળે છે લાખોનું ભાડુ

રિયલ એસ્ટેટ રોકાણ માટે લોકોમાં સૌથી વધુ પસંદગીના વિકલ્પો પૈકી એક છે. ઘણા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ એવા ઘણા ફિલ્મ સ્ટાર્સ છે જેમણે તેમાં રોકાણ કર્યું છે અને તેઓ રિયલ એસ્ટેટમાંથી સારી કમાણી કરી રહ્યા છે.

આ બોલિવૂડ સ્ટાર્સ રિયલ એસ્ટેટમાંથી કરી રહ્યા છે મોટી કમાણી, દર મહિને મળે છે લાખોનું ભાડુ
Salman Khan & Amitabh Bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 11:12 PM
Share

રિયલ એસ્ટેટ (Real estate) રોકાણ માટે લોકોમાં સૌથી વધુ પસંદગીના વિકલ્પો પૈકી એક છે. ઘણા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ એવા ઘણા ફિલ્મ સ્ટાર્સ (film stars) છે જેમણે તેમાં રોકાણ કર્યું છે અને તેઓ રિયલ એસ્ટેટમાંથી સારી કમાણી કરી રહ્યા છે. જેમાં કાજોલ (Kajol) થી લઈને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.

કાજોલ

કાજોલે મુંબઈમાં બે વર્ષ માટે એક એપાર્ટમેન્ટ ભાડે આપેલું છે. આમાં તેને દર મહિને 90,000 રૂપિયાનું ભાડું મળી રહ્યું છે. આ એપાર્ટમેન્ટ 771 ચોરસ ફૂટનો છે. અને તે પવઈમાં હિરાનંદાની ગાર્ડન્સ ખાતે એટલાન્ટિસ પ્રોજેક્ટના 21મા માળે સ્થિત છે. ભાડૂત આશા શિનોયે આ માટે 3 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવી છે.

સલમાન ખાન

આ ડિસેમ્બરની શરૂઆતમાં સલમાન ખાને મુંબઈમાં તેનો એપાર્ટમેન્ટ દર મહિને 95,000 રૂપિયામાં ભાડે આપ્યો છે. કરારની અવધિ 33 મહિના છે. આ એપાર્ટમેન્ટ બાંદ્રા વેસ્ટ, મુંબઈમાં શિવ અસ્થાન હાઈટ્સ ખાતે આવેલું છે. 758 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ એપાર્ટમેન્ટ 14મા માળે છે. આ માટે ભાડુઆત આયુષ દુઆએ 2.85 લાખ રૂપિયાની ડિપોઝીટ ચૂકવી છે.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન

અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પણ મુંબઈના જુહુમાં વત્સ અને અમ્મુ બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરને ભાડે આપ્યા છે. તેમણે 15 વર્ષ માટે દર મહિને 18.9 લાખ રૂપિયાના ભાડા પર આપ્યા છે. લીઝ ડીલ 28 સપ્ટેમ્બર 2021ના રોજ નોંધવામાં આવી છે.

આ સિવાય અમિતાભ બચ્ચને અભિનેત્રી કૃતિ સેનનને મુંબઈમાં ડુપ્લેક્સ ભાડે આપ્યું છે. તેમણે આ પ્રોપર્ટી બે વર્ષ માટે 10 લાખ રૂપિયા પ્રતિ માસમાં આપી છે. આ એપાર્ટમેન્ટ એટલાન્ટિસ બિલ્ડિંગના 27મા અને 28મા માળે આવેલું છે. સેનને 60 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવી છે.

સૈફ અલી ખાન

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને પણ મુંબઈના બાંદ્રામાં તેનો એપાર્ટમેન્ટ 3.5 લાખ રૂપિયા પ્રતિ માસ ભાડે આપ્યું છે. તેમણે ઓગસ્ટમાં આ એપાર્ટમેન્ટ ભાડે આપ્યું હતું. તેમણે તેને ગિલ્ટી નામની કંપનીને ભાડે આપ્યું છે, જેણે 15 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવી છે. આ એપાર્ટમેન્ટ 1,500 ચોરસ ફૂટનું છે.

કરણ જોહર

કરણ જોહરે ધર્મા પ્રોડક્શનના નામે બે કોમર્શિયલ પ્રોપર્ટીના લીઝ રિન્યુ કર્યા છે. તેમનું ભાડું અનુક્રમે  17.56 લાખ રૂપિયા અને  6.15 લાખ રૂપિયા પ્રતિ માસ છે.

આ પણ વાંચો :  ફિલ્મ ’83’ના પ્રમોશન વચ્ચે ગોવા પહોંચ્યો રણવીર સિંહ, મેનેજરના લગ્નમાં આપી હાજરી, જુઓ તસવીરો Photos

Follow Us
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">