ઓરીસ્સાની એક નદીમાંથી 500 વર્ષ બાદ બહાર આવ્યું ભગવાન વિષ્ણુંનાં મંદિરનું મુખ, વાંચો શું માની રહ્યા છે ગ્રામજનો આ ઘટના અંગે

ઓરીસ્સામાં 500 વર્ષ જુનુ એક મંદિર નદીમાંથી બહાર આવી જતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. મૂળ 15 કે 16મી સદીના મનાતા આ મંદિરમાં ભગવાન ગોપીનાથની પ્રતિમા હતી કે જેને સ્થાનિક લોકો વિષ્ણુ ભગવાનનો અવતાર માને છે. ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજની પુરાતત્વ વિભાગની ટીમે તેે શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. મંદિરનો શિર્ષ […]

ઓરીસ્સાની એક નદીમાંથી 500 વર્ષ બાદ બહાર આવ્યું ભગવાન વિષ્ણુંનાં મંદિરનું મુખ, વાંચો શું માની રહ્યા છે ગ્રામજનો આ ઘટના અંગે
http://tv9gujarati.in/orissa-ni-nadi-m…-varsh-baad-mukh/
Follow Us:
| Updated on: Jun 13, 2020 | 7:32 AM

ઓરીસ્સામાં 500 વર્ષ જુનુ એક મંદિર નદીમાંથી બહાર આવી જતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. મૂળ 15 કે 16મી સદીના મનાતા આ મંદિરમાં ભગવાન ગોપીનાથની પ્રતિમા હતી કે જેને સ્થાનિક લોકો વિષ્ણુ ભગવાનનો અવતાર માને છે. ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજની પુરાતત્વ વિભાગની ટીમે તેે શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. મંદિરનો શિર્ષ ભાગ છે તે ઓરીસ્સાનાં નયાગઢ સ્થિત બૈધ્યૈશ્વર પાસે આવેલી મહાનદીની શાખા પદ્માવતિની વચ્ચે છે. આર્કીયોલોજીસ્ટ દિપક કુમાર નાયકનાં જણાવ્યા પ્રમાણે આ મંદિર 60 ફુટ ઉંચુ છે.

મંદિરનાં ટોચનાં ભાગ પર કરાયેલી કારીગરીને જોતા તે 15 થી 16મી સદીનું હોવાનું લાગી રહ્યું છે. જે જગ્યા પરથી આ મંદિર મળી આવ્યું છે તેને સતપતાના કહેવામાં આવે છે કેમકે તેમાં સાત ગામ એક સમયે હતા અને આ તમામ ગામ ભગવાન ગોપીનાથજીની પૂજા કરતા હતા તે જ સમયે આ મંદિર બનાવાયું હોવાનું જણાવાઈ રહ્યું છે. દીપક કુમારે માહિતિ આપતા જણાવ્યું છે કે 150 વર્ષ પહેલા નદીએ પોતાનો પ્રવાહ બદલ્યો અને મોટા પાયે પૂર આવ્યું હતું જેને લઈને મંદિરની આસપાસનો વિસ્તાર પણ ડુબી ગયો હતો. આ ઘટના 19મી સદીમાં સર્જાઈ હતી. ગ્રામજનોએ ભગવાનની મૂર્તિને બહાર કાઢી અને ઉંચા વિસ્તારમાં જતા રહ્યા. આસપાસનાં વિસ્તારનાં લોકો મુજબ પદ્માવતિ ગામની આસપાસ 22 જેટલા મંદિર હતા જે આ નદીમાં ડુબી ગયા છે, પણ આટલા વર્ષો પછી ગોપીનાથ મંદિરનું મસ્તક હવે બહાર નિકળી આવ્યું છે.

ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજનાં પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અનિલ ધીરનાં જણાવ્યા મુજબ તે હવે આ મહાનદીની આસપાસનાં વિસ્તારમાં આવી ઐતિહાસિક ધરોહરની યાદી બનાવી રહ્યા છે અને તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે. અમે અત્યારે આ મંદિર ફરતેનાં પાંચ કિલોમીટર દાયરામાં રહેલા મંદિરોની શોધ કરી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો કહી રહ્યા છે કે 25 વર્ષ પહેલા આ મંદિરનું મસ્તક બહાર દેખાઈ રહ્યું હતું. તેમણે અપીલ કરી છે કે લોકો નદીમાં જઈને મંદિર પર ચઢવાનો પ્રયાસ ન કરે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">