ભ્રષ્ટાચારને લગામ ! પ્રધાનો-અધિકારીઓને, તેમના અને પરિવારજનોના નામે રહેલી સ્થાવર અને જંગમ સંપત્તિ જણાવવા આદેશ 

સીએમ યોગીએ ઉતરપ્રદેશ રાજ્યમાં ભ્રષ્ટાચારને રોકવા માટે પ્રધાનો અને અધિકારીઓને તેમની અને તેમના પરિવારજનોની સંપત્તિની વિગતો આપવા કહ્યું છે. આ સાથે જ તમામ પ્રધાનોને સરકારી કામોમાં, પરિવારના સભ્યોને અંતર રાખવા સૂચના આપી છે.

ભ્રષ્ટાચારને લગામ ! પ્રધાનો-અધિકારીઓને, તેમના અને પરિવારજનોના નામે રહેલી સ્થાવર અને જંગમ સંપત્તિ જણાવવા આદેશ 
Yogi Adityanath, CM, Uttar Pradesh (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 7:39 AM

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા માટે મંગળવારે કડક સૂચનાઓ આપી છે. તેમણે તેમના પ્રધાનોને તેમની તમામ સંપત્તિ (Wealth) અને તેમના પરિવારના સભ્યોના નામે રહેલી સંપતિ જાહેર કરવા સૂચના આપી છે. સીએમ યોગીએ IAS અને IPS અધિકારીઓ માટે સમાન સૂચનાઓ જાહેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે પ્રધાનોના પરિવારજનોએ સરકારી કામમાં દખલ ન કરવી જોઈએ. મુખ્યપ્રધાને જંગમ અને સ્થાવર સંપત્તિની (Movable and immovable property) જાહેરાત કરવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે.

જો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમલદારોએ નિયમિત સમયાંતરે પોતાની અને તેમના પરિવારના સભ્યોની સંપત્તિ જાહેર કરવાની હોય છે, પરંતુ આ વધુ ભાર મૂકવાના મુખ્યપ્રધાનના આદેશને સરકારની ‘ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ’ તરફની કામગીરી તરીકે જોવામાં આવે છે. ફરી વિગતો આપવામાં કંઈ ખોટું નથી. જેમણે સાચી વિગતો આપી નથી તેઓએ બે વાર વિચારવું પડશે. બાદમાં જો કોઈ વિસંગતતા જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ પણ યોગી આદિત્યનાથે કહ્યુ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આગામી 3 મહિનામાં જંગમ અને સ્થાવર મિલકત જાહેર કરો

કેબિનેટની બેઠક પછી એક ખાસ બેઠકને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે IAS, IPS અને પ્રાંતીય સિવિલ સર્વિસના અધિકારીઓએ પણ પોતાની અને તેમના પરિવારના સભ્યોના નામે રહેલી સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી જોઈએ અને તેને લોકો માટે ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવી જોઈએ. મુખ્યપ્રધાને કહ્યું કે સ્વસ્થ લોકશાહી માટે જનપ્રતિનિધિઓના વર્તનની પવિત્રતા ખૂબ જ જરૂરી છે. આ ભાવના અનુસાર, તમામ મંત્રીઓએ શપથ લીધા પછી આગામી ત્રણ મહિનાની અંદર પોતાની અને તેમના પરિવારના સભ્યોની તમામ જંગમ અને સ્થાવર મિલકતની જાહેર ઘોષણા કરવી જોઈએ. લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમોનું પાલન સુનિશ્ચિત કરતી વખતે, પ્રધાનો માટે નિર્ધારિત આચારસંહિતાનું કડકાઈથી પાલન કરવું જોઈએ.

સરકારી કામમાં પરિવારની દખલગીરી નહીં

યોગી આદિત્યનાથે કહ્યું કે તમામ પ્રધાનોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સરકારી કામમાં તેમના પરિવારના સભ્યોની દખલગીરી ના થાય. આપણે આપણા આચરણ દ્વારા દાખલો બેસાડવો પડશે. આ ઉપરાંત એવું કહેવાય છે કે આગામી 5 વર્ષમાં સરકારની કામગીરીના કેટલાક લક્ષ્યાંકો નક્કી કરી લેવાયા છે, જેમા આગામી 100 દિવસ, 06 મહિના, 01 વર્ષ, 02 વર્ષ અને 05 વર્ષ માટેના એક્શન પ્લાનની રજૂઆત સાથે મંત્રી પરિષદ (યુપી કેબિનેટ)ની સામે રજુ કરાયો છે. હવે આ એક્શન પ્લાન નિયત કરેલ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચોઃ

PM Modi Covid Review Meeting : કોરોનાને લઈને PM મોદી આજે મુખ્યપ્રધાનો સાથે યોજશે બેઠક, નવી માર્ગદર્શિકા, રણનીતિ પર થઈ શકે છે ચર્ચા

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : આજે તેલ કંપનીઓએ આપ્યા રાહતના સમાચાર, જાણો તમારા શહેરની 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

g clip-path="url(#clip0_868_265)">