Opposition Meeting: 24 માટે 26 થવામાં વ્યસ્ત થયુ વિપક્ષ, PM મોદીએ ટ્વીટ કરી માર્યો ટોણો, જુઓ VIDEO
PM મોદીએ મંગળવારે પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ અથવા NITBનું ઉદ્ઘાટન કર્યું.
Opposition Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે અવધીની આ કવિતા ચોવીસ માટે છવ્વીસમાં વ્યસ્ત રાજકીય પક્ષો પર એકદમ બંધ બેસે છે. વાસ્તવમાં મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં 26 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. વિપક્ષની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગઠબંધનનું નામ ઈન્ડિયા (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ) હશે.
PM મોદીએ મંગળવારે પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ અથવા NITBનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે લોકશાહી સરકારનો અર્થ લોકો દ્વારા, લોકો માટે થાય છે. પરંતુ વંશવાદી પક્ષોનો એક જ મંત્ર છે, પરિવારનો, પરિવાર દ્વારા, પરિવાર માટે.
‘चौबीस’ के लिए ‘छब्बीस’ होने में जुटे राजनीतिक दलों पर अवधी की यह कविता बिल्कुल फिट बैठती है… pic.twitter.com/IorzKhUpVo
— Narendra Modi (@narendramodi) July 18, 2023
(Credit- Narendra Modi Tweet)
આ પણ વાંચો: Lok Sabha Election 2024: વિપક્ષી ગઠબંધનને INDIA નામ કોણે આપ્યું?
અવધીની કવિતા સંભળાવીને પીએમએ ટોણો માર્યો
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે પરિવાર આધારિત પાર્ટીઓનું સૂત્ર શું છે? તેમણે કહ્યું કે પરિવાર આધારિત પાર્ટીઓનું સૂત્ર છે- ફેમિલી ફર્સ્ટ, નેશન નથિંગ. પીએમે કહ્યું કે એક અવધી કવિએ લખ્યું છે કે ‘ગાત કુછ હૈ, હાલ કુછ હૈ, લેબલ કુછ હૈ, માલ કુછ હૈ.’ વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ચોવીસ માટે છવ્વીસ થવામાં વ્યસ્ત રાજકીય પક્ષો પર આ અવધી કવિતા સારી રીતે બંધ બેસે છે. તેમણે કહ્યું કે વિરોધ પક્ષોએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.
વિરોધ પક્ષોને નવું નામ મળ્યું
જ્યાં બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ તેમાં આ ગઠબંધનને શું નામ આપવામાં આવ્યુ તે જણાવવામાં આવ્યું અને આ ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તેની પણ જાણકારી આપવામાં આવી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ઈન્ડિયા (ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન) રાખવામાં આવ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તો તેમણે કહ્યું કે મુંબઈમાં યોજાનારી બેઠકમાં જણાવવામાં આવશે.