AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’ના લાલ રંગમાં રંગાઈ યુવતીઓ, ઇસ્લામ ધર્મને લાત મારીને હિન્દુ ધર્મમાં કર્યા લગ્ન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલાથી ગુસ્સે થઈને, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યુવતીઓએ ઇસ્લામ ધર્મને લાત મારી અને હિન્દુ ધર્મને અપનાવ્યો છે. જાણો 22 એપ્રિલ બાદ, અત્યાર સુધી કેટલી છોકરીઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો.

Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર'ના લાલ રંગમાં રંગાઈ યુવતીઓ, ઇસ્લામ ધર્મને લાત મારીને હિન્દુ ધર્મમાં કર્યા લગ્ન
| Updated on: May 10, 2025 | 4:29 PM
Share

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. તેનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને બદલો લીધો અને હવાઈ હુમલો પણ કર્યો. આ હુમલાથી ગુસ્સે થઈને, એક મુસ્લિમ છોકરીએ હિન્દુ ધર્મ અપનાવ્યો અને એક હિન્દુ છોકરા સાથે સાત ફેરા ફર્યા.

રાજસ્થાનના કોટામાં, ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થઈને એક મુસ્લિમ છોકરીએ હિન્દુ ધર્મ અપનાવીને હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. આટલું જ નહીં, મુસ્લિમ છોકરીએ પોતાનું નામ સિમરનને બદલે સિંદૂર રાખ્યું છે. સિમરન નામની છોકરી, જે સિંદૂર બની તેણે કોટાના એક હિન્દુ યુવક પ્રકાશ સુમન સાથે લગ્ન કર્યા. મધ્યપ્રદેશના ખંડવામાં આવેલા મહાદેવ ગઢ મંદિરમાં બંનેએ હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા.

વધુ 4 છોકરીઓએ પણ મુસ્લિમ ધર્મ છોડી દીધો

સિમરન ઉપરાંત, મધ્યપ્રદેશના ખંડવાની ચાર અન્ય છોકરીઓએ પણ ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. તેમણે છેલ્લા ચાર દિવસમાં હિન્દુ પુરુષો સાથે હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા છે.

આ છોકરીઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો

તાજેતરમાં છત્તીસગઢમાં પણ એક મુસ્લિમ છોકરીએ હિન્દુ છોકરા સાથે લગ્ન કરીને સનાતન ધર્મ અપનાવ્યો. નિશાત શેખ નામની છોકરીએ પોતાનું નામ બદલીને મેઘના રાખ્યું અને છત્તીસગઢના કમલજીત સિંહ મેહરા સાથે મહાદેવ ગઢ મંદિરમાં લગ્ન કર્યા. સિમરન ઉર્ફે સિંદૂર અને નિશાત ઉર્ફે મેઘનાની સાથે સાથે અમરીને પણ હિન્દુ ધર્મ અપનાવ્યો છે. અમરીને પોતાનું નામ બદલીને અનુષ્કા રાખ્યું અને શુભમ નામના છોકરા સાથે લગ્ન કર્યા.

મધ્યપ્રદેશના ખંડવામાં, વર્ષ 2025માં અત્યાર સુધીમાં 8 મુસ્લિમ છોકરીઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો છે. આ સાથે જ, બીજા ઘણા યુવાનોએ ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. જણાવી દઈએ કે, આ માહિતી મહાદેવ ગઢ મંદિરના સંરક્ષક અશોક પાલીવાલે આપી છે.

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">