લૂંટારુ દુલ્હાની ધરપકડ, નામ બદલીને 7 રાજ્યોમાં 14 મહિલાઓ સાથે કર્યા લગ્ન

|

Feb 15, 2022 | 11:53 PM

મળતી માહિતી મુજબ આરોપીએ મેટ્રિમોનિયલ સાઈટ પર એવી મહિલાઓને નિશાન બનાવી હતી, જેમના લગ્ન ઘણા સમયથી નથી થયા. આ સિવાય વિધવાઓ અને છૂટાછેડા લીધેલ મહિલાઓ પણ તેના શિકારમાં સામેલ છે.

લૂંટારુ દુલ્હાની ધરપકડ, નામ બદલીને 7 રાજ્યોમાં 14 મહિલાઓ સાથે કર્યા લગ્ન
Robber groom arrested (ANI)

Follow us on

ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી બેદુ પ્રકાશ સ્વાહી પર 14 મહિલાઓને છેતરવાનો આરોપ છે. પોલીસે મંગળવારે તેની ધરપકડ કરી હતી. ડીસીપી ઉમાશંકરે (DCP Umashankar) જણાવ્યું કે ગયા વર્ષે એક મહિલાએ બેદુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે બેદુએ પોતાને ડોક્ટર તરીકે દર્શાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેણે નકલી મેડિકલ આઈડી કાર્ડ બતાવીને ઘણી મહિલાઓને છેતરપિંડીનો શિકાર બનાવી છે. બેદુએ પોતાની ઓળખ બદલી છે અને દેશના સાત રાજ્યોમાં 14 લગ્ન કર્યા છે. તેણે તેની કેટલીક પત્નીઓ દ્વારા બાળકો પણ પેદા કર્યા. આ ઠગ મહિલાઓને ક્યારેક પોતાને ડોકટર તો કેટલીકવાર સરકારી અધિકારીઓ તરીકે ઓળખ આપીને ફસાવી.

મળતી માહિતી મુજબ આરોપીએ મેટ્રિમોનિયલ સાઈટ પર એવી મહિલાઓને નિશાન બનાવી હતી, જેમના લગ્ન ઘણા સમયથી નથી થયા. આ સિવાય વિધવાઓ અને છૂટાછેડા લીધેલ મહિલાઓ પણ તેના શિકારમાં સામેલ છે. લગ્ન બાદ તે મહિલાઓના દાગીના અને પૈસા પડાવી લેતો હતો અને પછી ભાગી જતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ઈફ્કોના ચીફ મેડિકલ ઓફિસર, સુપ્રીમ કોર્ટની મહિલા વકીલ, નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના સભ્ય, ગૃહિણી અને આઈટીબીપીના સહાયક કમાન્ડેટને પણ નિશાન બનાવ્યા હતા.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

આરોપી સામે વર્ષ 2021માં કેસ નોંધવામાં આવ્યો હતો

વર્ષ 2021માં દિલ્હીની એક શાળાના શિક્ષકે મહિલા થાણા, ભુવનેશ્વરમાં આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પીડિત શિક્ષિકાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેની સાથે 2018માં નવી દિલ્હીના જનકપુરીના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે શિક્ષકને થોડા સમય માટે ભુવનેશ્વર લઈ આવ્યો હતો. થોડા દિવસો પછી મહિલા શિક્ષિકાને ખબર પડી કે તેનો પતિ તેની સાથે ખોટું બોલ્યો છે. તેની ઓળખ નકલી હતી અને તેણે ઘણી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે.

આરોપીઓએ અનેક રાજ્યોમાં ફરીને મહિલાઓને નિશાન બનાવી હતી

ભુવનેશ્વરના ડીસીપી ઉમાશંકરના જણાવ્યા અનુસાર આરોપી દેશના અલગ-અલગ રાજ્યોમાં ફરતો હતો. તે ઘણીવાર આસામના ગુવાહાટીમાં રહેતી તેની પ્રથમ પત્નીને મળવા જતો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે 1982થી અત્યાર સુધીમાં 14 લગ્ન કર્યા છે. પૂછપરછના આધારે પોલીસે ચાર મહિલાઓનો સંપર્ક પણ કર્યો છે.

આ પણ વાંચો :  Deep Sidhu Death: પંજાબી ફિલ્મ અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં મોત, લાલ કિલ્લા હિંસા કેસમાં હતો આરોપી

Next Article