દેશી દુલ્હનો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર NRI દુલ્હાઓની હવે ખેર નહીં, જો લગ્નની નોંધણી નહીં કરાવવામાં આવશે, તો હાથ ધોવા પડશે પાસપોર્ટ અને પ્રોપર્ટીથી
NRI સાથે લગ્ન કરનાર મહિલાઓને ત્રાસ અને મુશ્કેલીમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મહત્વનું બિલ રજૂ કર્યું છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં મહત્વનું બિલ રજૂ કર્યુ છે કે જેના હેઠળ એનઆરઆઈ સાથે દેશ અને વિદેશોમાં થતા લગ્નની તારીખથી 30 દિવસની અંદર નોંધણી (REGISTRATION) ફરજિયાતપણે કરાવવાની રહેશે. નોંધણી ન કરાવનાર એનઆરઆઈ વરરાજાનો પાસપોર્ટ અને મિલકત […]

NRI સાથે લગ્ન કરનાર મહિલાઓને ત્રાસ અને મુશ્કેલીમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મહત્વનું બિલ રજૂ કર્યું છે.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં મહત્વનું બિલ રજૂ કર્યુ છે કે જેના હેઠળ એનઆરઆઈ સાથે દેશ અને વિદેશોમાં થતા લગ્નની તારીખથી 30 દિવસની અંદર નોંધણી (REGISTRATION) ફરજિયાતપણે કરાવવાની રહેશે. નોંધણી ન કરાવનાર એનઆરઆઈ વરરાજાનો પાસપોર્ટ અને મિલકત સુદ્ધા જપ્ત થઈ શકે છે.
સુષ્મા સ્વરાજે એનઆરઆઈ લગ્ન રજિસ્ટ્રેશન બિલ 2019 રજૂ કરતા તેને માઇલસ્ટોન ગણાવ્યું. આ બિલ વિદેશ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલય ના પરસ્પર સંકલનથી તૈયાર કરાયું છે. સરકારનું કહેવું છે કે આ બિલનો ઉદ્દેશ ભારતીય મહિલાઓને એનઆરઆઈ દ્વારા કરાતા કપટપૂર્ણ લગ્નથી બચાવવાનો છે.
બિલના કારણો અને ઉદ્દેશોમાં કહેવાયું છે કે ભારતીય મહિલાઓને એનઆરઆઈ દ્વારા કરાતા કપટપૂર્ણ લગ્નથી બચાવવા માટે કેટલાક સુરક્ષા ઉપાયો કરવાની જરૂર છે. તેના હેઠળ જ ભારત અને ભારત બહાર થતા આવા લગ્નોને લગ્નની તારીખથી 30 દિવસની અંદર નોંધણી કરાવવી અનિવાર્ય કરવાની જોગવાઈ કરાઈ છે.
નોંધણી ન કરાવા પર કાર્યવાહી
આ બિલ વડે પાસપોર્ટ અધિનિયમ 1967 તથા આઈપીસી 1973માં સંશોધનની જોગવાઈ છે. તેના હેઠળ જો પાસપોર્ચટ અધિકારીના ધ્યાનમાં આ વાત આવે કે કોઈ એનઆરઆઈએ પોતાના લગ્નની નોંધણી 30 દિવસની અંદર નથી કરાવી, તો તેનો પાસપોર્ટ પાસપોર્ટ અધિકારી રદ કરી શકે છે.
આઈપીસીના પ્રસ્તાવિત સુધારા હેઠળ અદાલતો સંબંધિત એનઆરઆઈ વિરુદ્ધ ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી વેબસાઇટના માધ્યમથી સમન ઇશ્યુ કરી શકે છે. આ ઉપરાંત ઘોષિત ગુનેગારની હંગામી અને કાયમી સંપત્તિઓ જપ્ત કરવાની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે.
[yop_poll id=1344]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]