હવે નાનો ગેસ સિલિન્ડર તમારા ઘર નજીક સરળતાથી મળશે, જાણો ક્યાંથી મેળવશો
કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તે રાશનની દુકાનો દ્વારા નાના LPG સિલિન્ડરના છૂટક વેચાણને મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. આ સાથે આ દુકાનો દ્વારા નાણાકીય સેવાઓ પણ આપવામાં આવશે.
DELHI : કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તે રેશનની દુકાનો દ્વારા નાના LPG સિલિન્ડરના છૂટક વેચાણને મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. આ સાથે આ દુકાનો દ્વારા નાણાકીય સેવાઓ પણ આપવામાં આવશે. PTI અનુસાર, ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્ય સરકારો સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં હાજર રહ્યાં.
આ અંગે સરકારે બેઠક યોજી આ ઉપરાંત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ની સાથે ઈ-ગવર્નન્સ સર્વિસ ઈન્ડિયા લિમિટેડ (CSC)ના અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક બાદ ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રેશનશોપની નાણાકીય સદ્ધરતા વધારવા માટે મજબૂત પગલાં લેવામાં આવશે. રેશનશોપ દ્વારા નાના LPG સિલિન્ડરના છૂટક વેચાણની યોજના વિચારણા હેઠળ છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સમર્થન આપ્યું ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓએ રેશનની દુકાનો દ્વારા નાના LPG સિલિન્ડરોના છૂટક વેચાણના પ્રસ્તાવને પ્રોત્સાહન આપ્યું છે. OMCsએ કહ્યું કે આ માટે રસ ધરાવનાર રાજ્ય અથવા કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં જરૂરી સહયોગ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેઠકમાં ખાદ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે રેશનશોપની નાણાકીય સદ્ધરતા વધારવા માટે મજબૂત પગલાં લેવા જોઈએ.
રાજ્ય સરકારોએ કહ્યું કે કોમન સર્વિસ સેન્ટર્સ સાથેના સહયોગથી રેશનશોપનું મહત્વ વધશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે તેઓ સ્થાનિક જરૂરિયાતો અનુસાર શક્યતાઓની સમીક્ષા કરવા માટે CSC સાથે સંકલન કરશે. રેશનશોપ દ્વારા નાણાકીય સેવાઓ દાખલ કરવાની દરખાસ્ત પર, નાણાકીય સેવાઓ વિભાગના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રસ ધરાવતા રાજ્યોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
રેશનશોપ પરથી મુદ્રા લોન નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સરકાર મુદ્રા લોનને રેશનશોપ ડીલરોને વિસ્તારવાની યોજના ધરાવે છે, જેથી તેઓ મૂડી વધારી શકે. ખાદ્ય સચિવે રાજ્યોને આ પહેલ હાથ ધરવા અને તેમની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા જણાવ્યું છે. તેમણે CSC ને સંભવિત લાભો પ્રદાન કરવા, રેશનશોપની ક્ષમતા વધારવા અને આ પગલાંના અમલીકરણમાં તેમને ટેકો આપવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અલગ-અલગ જૂથો સાથે અલગ-અલગ વર્કશોપ અથવા વેબિનારનું આયોજન કરવાનું પણ સૂચન કર્યું છે.
આ પણ વાંચો : LPG સિલિન્ડરની કિંમતમાં આવતા અઠવાડિયે ફરી વધારો થવાની શક્યતા, જાણો ભાવવધારા પાછળનું કારણ