LPG સિલિન્ડરની કિંમતમાં આવતા અઠવાડિયે ફરી વધારો થવાની શક્યતા, જાણો ભાવવધારા પાછળનું કારણ

LPGના વેચાણ પર નુકસાન વધીને 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

LPG સિલિન્ડરની કિંમતમાં આવતા અઠવાડિયે ફરી વધારો થવાની શક્યતા, જાણો ભાવવધારા પાછળનું કારણ
Lpg gas cylinder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:26 PM

આવતા અઠવાડિયે LPG સિલિન્ડરની કિંમતો ફરી વધી શકે છે. PTIના અહેવાલ મુજબ, LPGના વેચાણ પર નુકસાન વધીને 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે. અહેવાલ મુજબ, સૂત્રોનું કહેવું છે કે કિંમતોમાં જેમાં પણ વધારો થશે તે સરકારની મંજૂરી પર નિર્ભર છે. જો મંજૂરી આપવામાં આવે તો તમામ કેટેગરીમાં આ પાંચમો વધારો હશે. આમાં ઘરગથ્થુ ઉપયોગ માટે સબસીડીવાળો ગેસ સિલિન્ડર, સબસીડી વગરનો સિલિન્ડર અને ઔદ્યોગિક સિલિન્ડરનો સમાવેશ થાય છે.

6 ઓક્ટોબરે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો ગત વખતે 6 ઓક્ટોબરે LPGના ભાવમાં સિલિન્ડર દીઠ 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે, જુલાઈ પછી કિંમતોમાં કુલ વધારો 14.2 કિલોના સિલિન્ડર દીઠ રૂ. 90 પર પહોંચી ગયો છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું છે કે સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચાણની કિંમતને પડતર કિંમત સાથે જોડવાની મંજૂરી આપવામાં આવી નથી. અને આ અંતર પુરવા માટે હજુ સુધી કોઈ સરકારી સબસિડી મંજૂર કરવામાં આવી નથી.

LPGના વેચાણ પર અંડર-રિકવરી અથવા નુકસાન પ્રતિ સિલિન્ડર 100 રૂપિયાથી વધુ વધી ગયું છે. આનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં વીજળીના ભાવ ઘણા વર્ષોના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચવાને કારણે છે. જ્યાં આ મહિને સાઉદીમાં LPGના ભાવ 60 ટકાથી વધુના ઉછાળા સાથે 800 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સરકારે નુકસાનની ભરપાઈ કરવી પડશે આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 85.42 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું કે LPG હજી પણ નિયંત્રિત કોમોડિટી છે. તેથી, ટેકનિકલ આધારો પર, સરકાર રિટેલરની કિંમતોને નિયંત્રિત કરી શકે છે. પરંતુ જ્યારે સરકાર આવું કરશે ત્યારે ઓઇલ કંપનીઓએ LPGના વેચાણ પર અંડર-રિકવરી અથવા નુકસાનની ભરપાઈ કરવી પડશે, જે LPG સિલિન્ડરને ઓછા ભાવે વેચવાથી થાય છે.

સરકારે ગયા વર્ષે LPG પરની સબસિડી નાબૂદ કરી હતી. આ માટે તેણે છૂટક કિંમત પડતર કિંમત જેટલી જ કરી હતી. પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ નિયંત્રણ નથી એનાથી વિપરીત સરકારે LPGના ભાવને નિયંત્રણમુક્ત કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. PTIના અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે હાલમાં વળતર અથવા સબસિડી પાછી લાવવામાં આવશે તેવા કોઈ સંકેત નથી. કારણ કે ખર્ચ અને છૂટક કિંમત વચ્ચેનો તફાવત વધી ગયો છે.

આ પણ વાંચો : Punjab Politics: સિદ્ધુ ફરી વિફર્યા, કહ્યું ભાજપનાં વફાદાર સીએમ કેપ્ટન અમરિંદર, ED કંટ્રોલ કરે છે

આ પણ વાંચો : Rahul Gandhi on Pegasus : પેગાસસ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કર્યા, કહ્યું અમારી વાત પર સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી

g clip-path="url(#clip0_868_265)">