AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: હવે વંદે ભારત વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર દોડશે, જુઓ મનમોહક નજારો

ચેનાબ નદી બ્રિજ પટથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. અત્યાર સુધી બ્રિજ પર ટ્રેક નાખવાનું કામ પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી પણ વંદે ભારત પસાર થશે.

VIDEO: હવે વંદે ભારત વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર દોડશે, જુઓ મનમોહક નજારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 8:49 PM
Share

રેલ્વે મંત્રાલય દેશભરમાં નવા નવા રૂટો ઉપર વંદે ભારત એક્સપ્રેસ દોડાવી રહ્યું છે, જ્યારે આગામી સમયમાં ઘણા નવા રૂટ પર પણ વંદે ભારત દોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચેનાબ નદી પર બની રહેલા વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી પણ વંદે ભારત પસાર થશે

ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં પણ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. જોકે સૌથી મહત્વની વાત તો એ છે કે આ ટ્રેન ચેનાબ નદી પર બની રહેલા વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી પણ પસાર થશે. ચેનાબ નદી પરના આ પુલની વાત કરીએ તો નદીના તટથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ છે. હાલ સુધી બ્રિજ પર ટ્રેક નાખવાનું કામ પૂર્ણ થયું છે. રેલ્વે મંત્રીએ ટ્રોલી પર બેસીને રેલ્વે ટ્રેક પર સવારી કરી સમગ્ર કામગીરી અંગે તાત મેળવ્યો હતો. આ વાત વિચારતા જ અનુમાન લગાવી શકાય છે કે જ્યારે વંદે ભારત વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પરથી તેજ ગતિએ પસાર થશે, ત્યારે તે દ્રશ્ય કેટલું સુંદર હશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીધી મુલાકાત

એકવાર ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા (USBRL) રેલ સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવશે પછી વંદે ભારત જમ્મુ અને શ્રીનગરને જોડશે. ચેનાબ નદીના પુલના નિર્માણના સ્થળેથી લોકોને સંબોધતા, રેલ્વે મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, યુએસબીઆરએલ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 અથવા જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. વંદે ભારત એક્સપ્રેસની ખાસ સુવિધામાં સરળ સંચાલન માટે જમ્મુ અને કાશ્મીરના બડગામમાં જાળવણી માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ચેનાબ નદી પર રેલવે ટ્રેક કામગીરી

ચેનાબ નદી બ્રિજ પટથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. અત્યાર સુધી બ્રિજ પર ટ્રેક નાખવાનું કામ પૂર્ણ થયું છે. આ 1.3 કિલોમીટર લાંબો પુલ કટરાથી બનિહાલ સુધીના 111 કિલોમીટરના પટ્ટામાં ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે. આ પુલ કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંદાજિત 1486 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત પુલને લઇને છે.

તુફાનને પણ ટક્કર આપશે પુલ

પુલની ઘણી વિશેષતાઓ છે. એક તો આ પુલ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને પણ સરળતાથી ટકી શકશે. આ ઉપરાંત જો ત્યાં ભૂકંપ આવે તો પણ પુલ તૂટી પડવાનો નથી. આ યુએસબીઆરએલ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડશે અને તમામ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ભારતીય રેલ્વે આ અંગે પણ ઝડપી ગતિએ કામ કરી રહી છે અને દેશભરના વિવિધ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડાવી રહી છે. આવનારા સમયમાં અન્ય રાજ્યોને વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. પર્યટકો માટે પણ ખુબ મહત્વનું સાબિત થશે.

સમગ્ર ભારતના સર્વોચ્ચ રેલ્વે બ્રિજ પર સીમલેસ નેટવર્ક કનેક્ટિવિટી દર્શાવતા ઝોનલ હેડક્વાર્ટરમાં બેઠેલા મુખ્ય મેટ્રોને ટાંકીને મીડિયા સાથે પણ વાતચીત કરી. JIO તરફથી 300 MBPS ઈન્ટરનેટ બેન્ડવિડ્થ, 100 MBPS એરટેલ ઈન્ટરનેટ નેટવર્ક, 100 MBPS BSNL ઈન્ટરનેટ તેમજ સલાલથી OFC કેબલ દ્વારા ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર વીડિયો અને ઑડિયો વ્યવસ્થા પૂરી પાડવામાં આવી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">