AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોમાં હિટ, મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસમાં 130 ટકાથી વધુ ઓક્યુપન્સી

દેશભરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોમાં હિટ સાબિત થઈ રહી છે. જેમાં પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી 2019 માં તેની શરૂઆત થઈ ત્યારથી, 10 વંદે ભારત ટ્રેનો હાલમાં 17 રાજ્યોના 108 જિલ્લાઓને જોડતી અત્યંત લોકપ્રિય સેવા તરીકે ચાલી રહી છે.

Vande Bharat એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોમાં હિટ, મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસમાં 130 ટકાથી વધુ ઓક્યુપન્સી
Vande Bharat Express
Darshal Raval
| Edited By: | Updated on: Feb 18, 2023 | 8:10 PM
Share

દેશભરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોમાં હિટ સાબિત થઈ રહી છે. જેમાં પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી 2019 માં તેની શરૂઆત થઈ ત્યારથી, 10 વંદે ભારત ટ્રેનો હાલમાં 17 રાજ્યોના 108 જિલ્લાઓને જોડતી અત્યંત લોકપ્રિય સેવા તરીકે ચાલી રહી છે. મુંબઈ સેન્ટ્રલ- ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસે દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. આ ટ્રેન 30 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી.

રસ્તામાં સાત જિલ્લાઓને આવરી લે છે

જે મુંબઈ અને ગુજરાત રાજ્યની રાજધાનીઓને જોડે છે. જે  બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતેના હોલ્ટ્સ સાથે જોડે છે અને રસ્તામાં સાત જિલ્લાઓને આવરી લે છે. 130 ટકાની એવરેજ ઓક્યુપન્સી સાથે, ટ્રેન મુસાફરોમાં ત્વરિત હિટ બની ગઈ છે.

જ્યારે અન્ય વંદે ભારત ટ્રેનો નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, નવી દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર, નાગપુર-બિલાસપુર, હાવડા- ન્યૂ જલપાઈગુડી, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, છત્રપતિ શિવાજી ટર્મિનસ-સોલાપુર અને છત્રપતિ શિવાજી ટર્મિનસ – શિરડી વચ્ચે ચાલી રહી છે.

સરળ, સલામત મુસાફરી અને સરળ આરામની ખાતરી આપે છે

આ અંગે વધુ વિગતો આપતાં સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ અસંખ્ય શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે જે મુસાફરોને હવાઈ મુસાફરીનો અનુભવ અને અદ્યતન અત્યાધુનિક સલામતી પ્રણાલી/સિસ્ટમ પ્રદાન કરે છે. તેને 160 કિમી પ્રતિ કલાકની ઓપરેટિંગ સ્પીડ માટે ટ્રેક્શન મોટર્સ સાથે સંપૂર્ણ સસ્પેન્ડેડ બોગી સાથે બનાવવામાં આવી છે. ઉન્નત અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ મુસાફરો માટે સરળ, સલામત મુસાફરી અને સરળ આરામની ખાતરી આપે છે.

વિકલાંગોને અનુકૂળ શૌચાલય અને બ્રેઇલ અક્ષરોમાં સીટ નંબર

ટ્રેનના તમામ વર્ગોમાં આરામવાળી બેઠકો છે, જ્યારે એક્ઝિક્યુટિવ કોચમાં 180° સ્વીવેલ બેઠકોની વધારાની સુવિધા છે. દરેક કોચ 32” સ્ક્રીનોથી સજ્જ છે જે મુસાફરોની માહિતી અને ઇન્ફોટેનમેન્ટ પ્રદાન કરે છે. વિકલાંગો ને અનુકૂળ શૌચાલય અને બ્રેઇલ અક્ષરોમાં સીટ નંબર સાથે સીટ હેન્ડલ પણ પ્રદાન કરવામાં આવ્યા છે.

30 ટકા વીજળીની બચત કરીને  ગ્રીન ફૂટપ્રિન્ટને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી

વંદે ભારત એક્સપ્રેસમાં કેટલાક અદ્યતન સુરક્ષા પગલાં પણ સામેલ છે. આ ટ્રેન સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ – કવચથી સજ્જ છે.આ ટેક્નોલોજીને મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે જેના કારણે તેની કિંમત ઘણી ઓછી છે.આ ટ્રેનમાં કોચની બહાર ચાર પ્લેટફોર્મ સાઈડ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેમાં પાછળના વ્યુ કેમેરાનો પણ સમાવેશ થાય છે. આ ટ્રેન પાવર કાર વિના અને અદ્યતન રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ સાથે લગભગ 30 ટકા વીજળીની બચત કરીને ભારતીય રેલવે ના ગ્રીન ફૂટપ્રિન્ટને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને અનુરૂપ, આ ટ્રેનો આપણા દેશમાં સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. હાલમાં આ વંદે ભારત ટ્રેનો ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈ માં બનાવવામાં આવી રહી છે. હવે આ કોચના ઉત્પાદનને ઝડપી બનાવવા માટે, આ ટ્રેનોનું ઉત્પાદન ટૂંક સમયમાં મહારાષ્ટ્રના લાતુર, ઉત્તર પ્રદેશના રાયબરેલી અને હરિયાણાના સોનીપતમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદમાં મહાશિવરાત્રી પર્વે શિવ મંદિરોમાં ભક્તોનો ભારે ભીડ

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
g clip-path="url(#clip0_868_265)">