AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAIએ વધારી ટીવી ચેનલો પસંદ કરવાની અંતિમ તારીખ, જાણો કઈ છે છેલ્લી તારીખ અને કેવી રીતે પસંદ કરશો નવું પેકેજ

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ગ્રાહકોને ટીવી ચેનલો પસંદ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. ગ્રાહકો હવે 31 માર્ચ 2019 સુધી જુનો પ્લાન રાખી શકે છે. ટીવી ચેનલો પસંદ કરવાની અંતિમ તારીખ 29 ડિસેમ્બર હતી. તેને વધારીને 31 જાન્યુઆરી કરવામાં આવી હતી.1 ફેબ્રુઆરીએ TRAIના નવા નિયમો લાગૂ થયા હતા, જેની હેઠળ ગ્રાહકો ખાલી તેમની […]

TRAIએ વધારી ટીવી ચેનલો પસંદ કરવાની અંતિમ તારીખ, જાણો કઈ છે છેલ્લી તારીખ અને કેવી રીતે પસંદ કરશો નવું પેકેજ
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 13, 2019 | 10:03 AM
Share

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ગ્રાહકોને ટીવી ચેનલો પસંદ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. ગ્રાહકો હવે 31 માર્ચ 2019 સુધી જુનો પ્લાન રાખી શકે છે.

ટીવી ચેનલો પસંદ કરવાની અંતિમ તારીખ 29 ડિસેમ્બર હતી. તેને વધારીને 31 જાન્યુઆરી કરવામાં આવી હતી.1 ફેબ્રુઆરીએ TRAIના નવા નિયમો લાગૂ થયા હતા, જેની હેઠળ ગ્રાહકો ખાલી તેમની પસંદગીની ચેનલ જોઈ શકશે અને તેમને ખાલી તે જ ચેનલના પૈસા ચૂકવવાના રહેશે.

શું છે TRAIનો નવો નિયમ?

TRAIના કેબલ અને ડીટીએચ ઓપરેટર માટે લાગૂ થયેલ નિયમમાં ગ્રાહકોને ટીવી ચેનલો પસંદ કરવાની આઝાદી આપવામાં આવી છે. ગ્રાહકો તેમની મનપસંદ ચેનલ જોવા માટે તે ચેનલના પૈસા આપશે, ગ્રાહકો તેમની પસંદગી પ્રમાણે ચેનલ લઈ શકે છે. ટીવી સ્ક્રીન પર ચેનલની કિંમત લખી હશે. કોઈ પણ કેબલ અને ડીટીએચ ઓપરેટર બ્રોડકાસ્ટર તરફથી નકકી કરેલ કિંમતથી વધારે નહિં લઈ શકે.

આ પણ વાંચો : મોદી સરકાર 21 ફેબ્રુઆરીના તમામ વર્ગના લોકોને આપશે મોટી ભેટ, 6 કરોડ કર્મચારીઓને મળશે લાભ

ગ્રાહકોને તેમની મનપસંદ ચેનલ લેવા માટે હવે TRAIએ એક વેબ એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન દ્રારા ગ્રાહકો સરળતાથી જોઈ શકશે કે કયો પ્લાન તેમના માટે સારો છે. TRAIની આ એપ્લિકેશન પર જઈ ગ્રાહકો ચેનલોનું માસિક પેકેજ જોઈ શકશે. તેના માટે ગ્રાહકોને https//channel.trai.gov.in/ પર જઈ, ત્યારબાદ નીચેની તરફ Get Started પર કિલક કરી ત્યાં થોડાં પ્રશ્નો પુછવામાં આવશે. ગ્રાહકે સૌથી પહેલા તેમનું નામ, રાજય, ભાષા, જેવી જાણકારી આપવી પડશે.

TRAIના કહેવા મુજબ 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહકો તેમની પસંદગીની ચેનલોને પસંદ કરીને નવી પોલિસીમાં આવી ગયા છે. જે 9 કરોડ ગ્રાહકોએ તેમની પસંદગીની ચેનલો પસંદ કરી છે, તેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો છે 17 કરોડ ગ્રાહકોમાંથી 10 કરોડ કેબલ ગ્રાહકો છે.

[yop_poll id=1373]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">