હવે મીઠુ થશે બેસ્વાદ ! 30 ટકા ઉત્પાદન ઘટવાની શક્યતા વચ્ચે વધશે મીઠાના ભાવ

|

May 13, 2022 | 11:06 AM

salt price Hike:મોંઘવારીએ ગરીબ માણસની થાળી પહેલાથી જ મોંઘી કરી છે. જોકે હવે મોંઘવારી (Retail Inflation) વધતા તેની પાસે રોટલી અને મીઠું ખાવાનો પણ વિકલ્પ નથી બચ્યો.

હવે મીઠુ થશે બેસ્વાદ ! 30 ટકા ઉત્પાદન ઘટવાની શક્યતા વચ્ચે વધશે મીઠાના ભાવ
Salt Production image

Follow us on

મોંઘવારીએ ગરીબ માણસની થાળી પહેલાથી જ મોંઘી કરી છે. જોકે હવે મોંઘવારી (Retail Inflation) વધતા તેની પાસે રોટલી અને મીઠું ખાવાનો પણ વિકલ્પ નથી બચ્યો. કારણ કે મીઠાના ભાવમાં (salt price Hike) પણ વધારો થવાની આશંકા પ્રબળ થવા લાગી છે. માહિતી એ છે કે મીઠા (salt)નું ઉત્પાદન 30 ટકા સુધી ઘટી શકે છે. દેશના સૌથી મોટા મીઠાના ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં મીઠાના પાકની સિઝન મોડી શરૂ થવાને કારણે આ મુશ્કેલી ઉભી થઈ છે. જો ઉત્પાદન ઓછું થયું તો મીઠાના ભાવ પણ વધી શકે છે. એવામાં મોંઘવારીએ તંવગરથી માંડીનેસામાન્ય માનવી માટે જરૂરી એવો મીઠાનો સ્વાદ પણ બગાડ્યો છે.

સામાન્ય રીતે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન માર્ચ મહિનાથી શરૂ થઈ જાય છે પરંતુ ચોમાસું લંબાવાને કારણે ખાસ કરીને કાંઠા વિસ્તારના ક્ષેત્રોમાં એપ્રિલ મહિનાની મધ્યમાં ઉત્પાદન શરૂ થયું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે જો મોનસૂન જૂનના મધ્યથી પહેલા શરૂ થાય છે તો ઉત્પાદનમાં કાપ મૂકાશે. રાજ્યમાં ગત વર્ષે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયા સુધી વરસાદ પડ્યો હતો. તેને કારણે ખેડૂતો પાસે ઉથ્પાદન માટે ઓછો સમય રહ્યો છે.

ઉત્પાદનમાં ભારતનું ત્રીજું સ્થાન

સામાન્ય રીતે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. હવે ઉત્પાદન ઓછું થવાની સ્થિતિમાં સરકાર મીઠાની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. સરેરાશ ભારતમાં દર વર્ષે 3 કરોડ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. અમેરિકા અને ચીન બાદ ભારત મીઠાનું ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. અને દેશના કુલ મીઠાનો 90 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભારતના કુલ મીઠા ઉત્પાદનમાંથી 1 કરોડ ટનની નિકાસ કરવામાં આવે છે 1 કરોડ 25 લાખ ટનની વપરાશ ઉદ્યોગ જગત કરે છે. બાકીનો ઉપયોગ છૂટક ગ્રાહકો માટે કરવામાં આવે છે. મીઠાના ભાવ વધારાની અસર કાચ, પોલિએસ્ટર, પ્લાસ્ટિક, રસાયણ અને અન્ય મહત્વપૂર્ણ ઉદ્યોગો પર પણ થશે.

 

 

Next Article