હવે બ્રિટેનમાં પાન ખાઈને થૂંકવા પર લાગશે આટલો મોટો દંડ

જો તમે ભારતમાં રહો છો તો તમને રસ્તાઓ પર પાન ખાઈને થુંકતા ઘણા લોકોને જોયા જ હશે. વિદેશોમાં પણ તમને કોઈ ભારતીય પાન ખાતા નજરે પડશે. વિદેશમાં કોઈ પણ જગ્યાએ પાન ખાઈને થુંકવાની પરવાનગી નથી. તેને લઈને બ્રિટેનમાં એક ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. બ્રિટેનના લિસેસ્ટરમાં રહેતા ભારતીયો માટે પોલીસે ચેતવણી જાહેર કરી છે, […]

હવે બ્રિટેનમાં પાન ખાઈને થૂંકવા પર લાગશે આટલો મોટો દંડ
Follow Us:
| Updated on: Apr 16, 2019 | 5:25 AM

જો તમે ભારતમાં રહો છો તો તમને રસ્તાઓ પર પાન ખાઈને થુંકતા ઘણા લોકોને જોયા જ હશે. વિદેશોમાં પણ તમને કોઈ ભારતીય પાન ખાતા નજરે પડશે.

વિદેશમાં કોઈ પણ જગ્યાએ પાન ખાઈને થુંકવાની પરવાનગી નથી. તેને લઈને બ્રિટેનમાં એક ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. બ્રિટેનના લિસેસ્ટરમાં રહેતા ભારતીયો માટે પોલીસે ચેતવણી જાહેર કરી છે, ત્યાં પાન ખાઈને થુંકવા પર ભારતીયોને 150 પાઉન્ડ (13,581 રૂપિયા) દંડ ભરવો પડશે. તેના માટે શહેરની પોલીસે અને લિસેસ્ટર સિટી કાઉન્સીલે સાઈન બોર્ડ લગાવ્યા છે. જે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર

તેની સાથે જ શહેરમાં લાગેલા સાઈન બોર્ડને અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખવામાં આવ્યા છે. જેમાં શહેરમાં રહેતા ગુજરાતીઓને કડક ચેતવણી આપવામાં આવી છે. આ સાઈન બોર્ડમાં લખ્યુ છે કે રસ્તા પર પાનખાઈને થૂંકવુ અસ્વચ્છ અને અસામાજીક છે. ત્યારબાદ લાલ રંગમાં મોટા-મોટા અક્ષરોમાં બધા જ નાગરિકોને અને ખાસ ગુજરાતીઓને ચેતવણી આપવામાં આવી છે કે થૂંકવા પર તેમને 150 પાઉન્ડનો દંડ આપવો પડશે.

થોડા વર્ષો પહેલા પણ લંડન કાઉન્સિલે જે ભારતીય લોકોને જે રસ્તા પર પાન ખાઈને થૂંકવાની ટેવ છે તેમની પર 80 પાઉન્ડ (7,238 રૂપિયા)નો દંડ કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">