AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિન-ભાજપ શાસિત રાજ્યોએ ઇંધણની કિંમતો પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ન કર્યો , પક્ષના નેતાઓએ વિપક્ષને પુછ્યા તીખા સવાલ

ઈંધણના ભાવોના વિરોધમાં વિપક્ષે કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને હવે તેમના જ રાજ્યોમાં ઈંધણના ભાવમાં હજુ સુધી ઘટાડો જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે ભાજપનો ગુસ્સો વિપક્ષ પર ફાટી નીકળ્યો છે

બિન-ભાજપ શાસિત રાજ્યોએ ઇંધણની કિંમતો પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ન કર્યો , પક્ષના નેતાઓએ વિપક્ષને પુછ્યા તીખા સવાલ
Non-BJP-ruled states do not reduce excise duty on fuel price (PM Modi File Picture)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 11:04 AM
Share

BJP: ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેમના શાસિત રાજ્યોમાં ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત ન કરવા બદલ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. ઈંધણના ભાવોના વિરોધમાં વિપક્ષે કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને હવે તેમના જ રાજ્યોમાં ઈંધણના ભાવમાં હજુ સુધી ઘટાડો જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે ભાજપનો ગુસ્સો વિપક્ષ પર ફાટી નીકળ્યો છે. વિપક્ષી દળોએ કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 13.43 રૂપિયા અને 19.61 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવાનું સૂચન કર્યું હતું. 

કેન્દ્ર સરકારે બુધવારે રાત્રે એક્સાઇઝ ડ્યુટીમાં સૌથી મોટો ઘટાડો જાહેર કર્યો હતો. જેમાં માર્ચ 2020 અને મે 2020 વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે 13 રૂપિયા અને 16 રૂપિયા પ્રતિ લીટરના ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. એક્સાઈઝ ડ્યુટીમાં વધારા સાથે, પેટ્રોલ પર કેન્દ્રીય ટેક્સ વધારીને 32.9 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 31.8 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સરકારે વિપક્ષી પાર્ટીઓને તેમના રાજ્યોમાં ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવા માટે પણ વિનંતી કરી હતી, પરંતુ ઘણા રાજ્યોમાં ઈંધણના ભાવ પહેલા જેવા જ છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ ટેક્સ કાપની જાહેરાત ન કરવા બદલ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ની ટીકા કરી હતી. શુક્રવારે મીડિયાને સંબોધતા ભાટિયાએ કહ્યું, “ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેવી જ રીતે, ગુજરાત અને આસામમાં, ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ કેન્દ્ર સરકારે જાહેર કરેલા ઘટાડા ઉપરાંત છે. 

માહિતી અનુસાર, 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો – રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, આંદામાન અને નિકોબાર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, દિલ્હી, ઓડિશા, તેલંગાણા, મેઘાલય અને આંધ્રપ્રદેશ – મુખ્ય વિરોધ પક્ષો દ્વારા શાસિત છે. આ તે રાજ્યોમાં સામેલ છે, જેમણે હજુ સુધી તેમના રાજ્યમાં તેલની કિંમતો પર વેટ ઘટાડ્યો નથી. 

જોકે, બાદમાં ઓડિશાએ મધરાતથી પેટ્રોલ અને ડીઝલ બંને પર પ્રતિ લિટર વેટમાં રૂ. 3નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ભાજપ શાસિત રાજ્યોએ ₹5 અને ₹10 વચ્ચેના કાપની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે દિવાળીની પૂર્વસંધ્યાએ ઇંધણના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત મંગળવારે જાહેર થયેલી પેટાચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, જેમાં ભાજપને મિશ્ર પરિણામો મળ્યા હતા.

રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">