વિદેશી દુશ્મનોના દાંત ખાટા કરી નાખવા હવે સ્વદેશી હથિયારો જ કાફી છે, અમેઠીમાં 5 લાખ એસોલ્ટ રાઈફલ બનાવવાની યોજનાને મંજુરી
AK-203 એસોલ્ટ રાઈફલ્સ ઓછા વજનની અને આધુનિક એસોલ્ટ રાઈફલ્સનો ઉપયોગ કરવામાં સરળ છે, જે સૈનિકોની લડાઈ ક્ષમતાને વધારવામાં મદદ કરશે.
ભારતીય સેના(Indian Army)ની લડાયક ક્ષમતાને વધારવા રક્ષા મંત્રાલય(Ministry of Defense) સતત પ્રયાસ કરી રહ્યુ છે. જે માટે ભારતીય સેનાને હવે વધુ હથિયાર(Weapon) મળશે. મહત્વની વાત તો એ છે કે વિદેશી દુશ્મનો સામે હવે ભારતીય સૈન્ય સ્વદેશી હથિયારોથી લડશે. જે માટે ઉત્તરપ્રદેશના કોરવા (Amethi)માં અમેઠીમાં પાંચ લાખથી વધુ AK-203 એસોલ્ટ રાઇફલ્સ બનશે. ભારત સરકારે એસોલ્ટ રાઇફલ્સ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે.
આ કામગીરીથી ભારતના સંરક્ષણ ક્ષેત્રને દુશ્મનો(Enemies) સામેની લડાઇમાં નવુ જોમ અને નવી તાકાત મળશે. ભારતીય સેનાને વધુ હથિયાર મળતા તે દુશ્મન સામે વધુ ઝનુનથી લડી શકશે. વધુ હથિયાર મળતા હવે એક સૈનિક અનેક દુશ્મનોનો ખાત્મો બોલાવી શકશે અને ભારતીય સેના વધુ મજબુત બનશે. આ સાથે એકવાર ફરી દેશના સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને મોટો વેગ મળવાનો છે.
આધુનિક એસોલ્ટ રાઇફલ્સ બનશે
ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ સંયુક્ત સાહસ ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ચોક્કસ હેતુ માટે અમલમાં મૂકવામાં આવશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે 7.62 X 39mm કેલિબરની AK-203 રાઇફલ (AK-203 એસોલ્ટ રાઇફલ્સ) ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં રજૂ કરવામાં આવેલી ઇન-સર્વિસ INSAS રાઇફલનું સ્થાન લેશે. AK-203 રાઇફલ્સ ઓછા વજનની અને આધુનિક એસોલ્ટ રાઇફલ્સનો ઉપયોગ કરવા માટે સરળ છે, જે સૈનિકોની લડાઇ ક્ષમતાને વધારવામાં મદદ કરશે.
To provide a big boost to self-reliance in defence manufacturing in India, the government has approved the plan for the production of over five lakh AK-203 assault rifles at Korwa, Amethi in Uttar Pradesh: GoI sources pic.twitter.com/QxPHQXNJRs
— ANI (@ANI) December 4, 2021
5000 કરોડની ડીલ મંજૂર
રક્ષા મંત્રાલયે AK-203 એસોલ્ટ રાઈફલ માટે લગભગ 5000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી છે. મંત્રાલયે આ ડીલને એવા સમયે ફાઈનલ કરી છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે જઈ રહ્યા છે. જો કે, આ ડીલ થોડા વર્ષો પહેલા રશિયા અને ભારત વચ્ચે થઈ હતી અને હવે તેને મંજૂરી મળી ગઈ છે. વાસ્તવમાં, ખાસ વાત એ છે કે આ રાઈફલ્સ ભારતમાં લાંબા ખર્ચ સાથે બનાવવામાં આવશે.