AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIAએ ખેડૂત નેતાઓને આપ્યું સમન્સ, અલગાવવાદી સંગઠનો સાથે મળી ષડયંત્ર રચવાનો આરોપ

રાષ્ટ્રીય તપાસ એજેન્સી (NIA)એ શીખ ફોર જસ્ટિસ (SJF) મામલે 12 કરતા વધારે લોકોને નોટીસ મોકલી છે. આ 12 લોકોમાં એક પત્રકાર અને ત્રણ ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ આંદોલનમાં જોડાયેલા નેતા અને અન્ય લોકોના નામ સામેલ છે.

NIAએ ખેડૂત નેતાઓને આપ્યું સમન્સ, અલગાવવાદી સંગઠનો સાથે મળી ષડયંત્ર રચવાનો આરોપ
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 16, 2021 | 8:59 PM
Share

રાષ્ટ્રીય તપાસ એજેન્સી (NIA)એ શીખ ફોર જસ્ટિસ (SJF) મામલે 12 કરતા વધારે લોકોને નોટીસ મોકલી છે. આ 12 લોકોમાં એક પત્રકાર અને ત્રણ ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ આંદોલનમાં જોડાયેલા નેતા અને અન્ય લોકોના નામ સામેલ છે. NIAના અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે NIAએ આ મામલે તપાસ કરવાની સાથે ઘણા લોકોને નોટીસ મોકલી છે. થોડાક મુદ્દે માહિતી મેળવવા માટે આ બધાને સાક્ષ્ય નિવેદન માટે બોલાવવામાં આવ્યાં છે.

17-18 જાન્યુઆરીએ NIA સમક્ષ હાજર થવા આદેશ

NIAએ આતંકી ફંડિંગ મામલા સાથે જોડાયેલા ખેડૂત નેતા બલદેવસિંઘ સિરસાને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. લોક ભલાઈ ઈન્સાફ વેલ્ફેર સોસાયટી – LBIWSના અધ્યક્ષ બલદેવસિંઘ સિરસાનું સંગઠનએ ખેડૂત સંગઠનોમાં સામેલ છે કે ત્રણ ખેડૂત કાયદા અંગે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છે. NIAએ બલદેવસિંઘ સિરસા, સુરેન્દ્ર સિંઘ, પલવિન્દર સિંઘ પ્રદીપ સિંઘ, નોબેલજીત સિંઘ અને કર્નેલજીત સિંઘને 17 અને 18 જાન્યુઆરીના રોજ NIA સમક્ષ હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.

NIAની FIRમાં અલગાવવાદીઓ સાથે ષડયંત્ર રચવાનો આરોપ

NIAએ 15 ડિસેમ્બરના દિવસે IPCની ઘણી કલમો સહિત UAPA એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. NIAની FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ગેરકાનૂની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SJF)અને અન્ય ખાલિસ્તાની સંગઠનોએ ભય અને અરાજકતા ફેલાવવા એક ષડયંત્ર રચ્યું છે. અલગાવવાદી સંગઠનોએ સરકાર વિરૂદ્ધ લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું છે. FIRમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા, બ્રિટેન, કેનેડા, જર્મની અને અન્ય દેશોમાં જમીની સ્તરે અભિયાનને ગતિ આપવા અને પ્રચાર માટે મોટી માત્રમાં નાણા ભેગા કરવામાં આવી રહ્યાં છે.

SJF અને અન્ય ખાલિસ્તાની સંગઠનો સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવી તેમજ વિવિધ માધ્યમો દ્વારા ભારતમાં અલગાવવાદના બીજ રોપવા માંગે છે. આ લોકો ભારતનું વિભાજન કરી ખાલિસ્તાન નામે અલગ દેશ બનાવવા માંગે છે. આ સંગઠનો આતંકવાદી પ્રવૃત્તિ માટે યુવાનોને બધું ઉગ્ર બનાવી સંગઠનમાં તેમની ભરતી કરે છે.

આ પણ વાંચો: ATSએ રોહિંગ્યા અજીજુલહકનો પાસપોર્ટ બનાવનાર વ્યક્તિની અમદાવાદથી કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">