AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nhu Violence: નૂહમાં હિંસા ભડકાવનાર બિટ્ટુ બજરંગીની ધરપકડ, આ કલમો હેઠળ નોંધાયો કેસ

નૂહ પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બિટ્ટુ બજરંગીની ધરપકડ બાદ તેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે બજરંગી અને અન્ય આરોપીઓ સામે નુહ હિંસા મામલે લગભગ 8થી વધુ આઈપીસી કલમો દાખલ કરી છે.

Nhu Violence: નૂહમાં હિંસા ભડકાવનાર બિટ્ટુ બજરંગીની ધરપકડ, આ કલમો હેઠળ નોંધાયો કેસ
Nhu Violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 11:24 AM
Share

Nhu Violence: હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા બાદ પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. મંગળવારે પોલીસે હિંસાના મુખ્ય આરોપીઓમાંના એક ગણાતા બિટ્ટુ બજરંગીની ધરપકડ કરી હતી. બિટ્ટુને ગૌ રક્ષક માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે, તેમણે બિટ્ટુ તેમજ અન્ય 15-20 લોકો વિરુદ્ધ દાખલ ફરિયાદ પર કાર્યવાહી કરી છે. બજરંગી ઉર્ફે રાજકુમાર સામે નવેસરથી FIR નોંધાયા બાદ તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી.

બિટ્ટુ બજરંગીની ધરપકડ

નૂહ પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બિટ્ટુ બજરંગીની ધરપકડ બાદ તેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે બજરંગી અને અન્ય આરોપીઓ સામે નુહ હિંસા માલમેમાં આઈપીસી કલમ 148 (હુલ્લડ), 149 (ગેરકાયદેસર સભા), 332 (દુઃખ પહોંચાડવા), 353, 186 (ડ્યુટીમાં સરકારી કર્મચારીને અવરોધવું), 395, 397 હેઠળ (હથિયારો સાથે લૂંટ) એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સિવાય તેમના પર 506 (ગુનાહિત ધમકી) અને આર્મ્સ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર પોલીસની સખ્ત નજર

પોલીસે જણાવ્યું કે ગોરક્ષા બજરંગ ફોર્સ સંગઠનના પ્રમુખ બજરંગીને અગાઉ તોરુની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પૂછપરછ માટે ફરીદાબાદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હિંસાના આરોપીઓ સામે કાર્યવાહી કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે હિંસામાં સામેલ અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ભડકાઉ કે વાંધાજનક સામગ્રી પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ ઉશ્કેરણીજનક ભાષણ આપશે અથવા ભ્રામક સમાચાર ફેલાવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગેરકાયદેસર હથિયારો જપ્ત કરાયા – પોલીસ

નુહમાં 31 જુલાઈએ થયેલી હિંસા પર કાર્યવાહી કરી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, બજરંગ અને તેના સહયોગીઓએ VHPના સરઘસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો પણ લહેરાવ્યા હતા. જો કે પોલીસે તે તમામ હથિયારો કબજે કર્યા છે.

તમને જણાવી દઈએ કે નૂહ હિંસા પહેલા પણ બજરંગી પર સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ શેર કરવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. તાજેતરમાં, હરિયાણાના નૂહ સહિત પાડોશી હરિયાણામાં હિંસા જોવા મળી હતી. આ હિંસામાં બે હોમગાર્ડ, એક મૌલવી સહિત છ લોકો માર્યા ગયા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">