AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનશે, 216 ફૂટ ઊંચું અને 324 મૂર્તિઓ સ્થાપિત કરાશે!

આવનારા 5 વર્ષમાં, ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું અને ભવ્ય મંદિર અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય બનાવવામાં આવ્યું નથી.

ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનશે, 216 ફૂટ ઊંચું અને 324 મૂર્તિઓ સ્થાપિત કરાશે!
Follow Us:
| Updated on: Jun 02, 2025 | 5:02 PM

આગામી 5 વર્ષમાં, ભારતના આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું મંદિર અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય બનાવવામાં આવ્યું નથી.

મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહેવામાં આવે છે. મધ્યપ્રદેશની સંસ્કૃતિ, વારસો, ઇતિહાસ, કપડાં, પરંપરા અને ત્યાંનો ખોરાક તેને બીજા રાજ્યોથી અલગ બનાવે છે. અહીં ધાર્મિક સ્થળોથી લઈને હિલ સ્ટેશનો સુધીના ઘણા સ્થળો એવા છે કે જોવાલાયક છે. એકવાર જો પ્રવાસીઓ અહીંયા પગ મૂકી દે તો પછી પાછું જવાનું નામ નથી લેતા.

હવે આનાથી પણ અદભૂત વાત તો એ કે મધ્યપ્રદેશ ફરી એકવાર ચર્ચામાં આવશે. વાત એમ છે કે, આગામી 5 વર્ષમાં મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું જૈન તીર્થ મંદિર બનાવવામાં આવશે. મંદિર નિર્માણ સમિતિનો દાવો છે કે, આટલું મોટું મંદિર અત્યાર સુધી દુનિયામાં ક્યાંય બન્યું નથી.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

આગામી 5 વર્ષમાં તૈયાર

આ મંદિરનું નિર્માણ કાર્ય 9 વર્ષથી ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, મંદિરનું નિર્માણ જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગરના આશીર્વાદથી વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. મંદિર નિર્માણ સમિતિના જણાવ્યા અનુસાર, આગામી 5 વર્ષમાં આ મંદિર તૈયાર થઈ જશે. આ મંદિરના નિર્માણ માટે રાજસ્થાન અને ગુજરાતના લાલ અને પીળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મંદિર સમિતિના સભ્યની માહિતી અનુસાર, મંદિરમાં 11 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ પથ્થરનો ઉપયોગ અયોધ્યા મંદિર અને કુંડલપુરના જૈન મંદિરમાં પણ કરવામાં આવ્યો હતો.

324 મૂર્તિઓ અને ટોચ 216 ફૂટ ઊંચી

આ મંદિરમાં લગભગ 324 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે અને આની ટોચ 216 ફૂટ ઊંચી હશે. આ મંદિર અંગે આચાર્ય વિદ્યાસાગરે કહ્યું હતું કે, આ મંદિરથી જ્યાં સુધી શિખર દેખાશે ત્યાં સુધીના વાસ્તુ દોષો આપમેળે દૂર થઈ જશે.

મંદિરની વિશેષતા વિશે વાત કરીએ તો, અહીં 12 મૂળ નાયક અને 12 વિધિ નાયક દેવતાઓ બિરાજમાન થશે. આના દરેક ખંડની ઊંચાઈ લગભગ 40 ફૂટ જેટલી હશે. મંદિરની સામે પૂર્વ દિશામાં સહસ્ત્ર જિનાલયનું પણ નિર્માણ કરવામાં આવશે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">