15 જાન્યુઆરીએ નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગની 10 સેકન્ડ પહેલા યતિ એરલાઈન્સનું વિમાન ATR-72 ક્રેશ થયું હતું . કાઠમાંડુથી પોખરા જઈ રહેલી આ ફ્લાઈટમાં 4 ક્રૂ મેમ્બર અને 5 ભારતીય સહિત કુલ 72 પેસેન્જર્સ હતા. આ વિમાન દુર્ઘટનામાં 68 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટના પહેલાની વાત કરીએ તો આ વિમાન મુખ્ય પાયલોટ કમલ કેસી અને તેમના કો-પાઈલટ અંજુ ખાટીવડા ઉડાવી રહ્યા હતા. કમલ કેસી પાસે એરક્રાફ્ટ પાઇલોટિંગનો 35 વર્ષનો અનુભવ હતો તેમજ અંજુને પણ કો- પાઈલોટમાંથી કેપ્ટન બનવાને માત્ર પ્લેન લેન્ડિંગનો જ સમય બાકી રહી ગયો હતો.
યેતી એરલાઇન્સના એટીઆર-72 એરક્રાફ્ટની કો-પાઇલટ અંજુ ખાટીવડાની આ વાત ખુબ જ લાગણીશીલ છે. કો-પાઈલટ તરીકે અંજુની આ છેલ્લી ફ્લાઇટ હતી. આ એરક્રાફ્ટના સફળ લેન્ડિંગ બાદ તેનું પ્રમોશન થવાનું હતું. તે કો-પાઈલટમાંથી કેપ્ટન બનવાની હતી. એટલે કે ચીફ પાયલટ બનવાની હતી તેમજ તે અંગેનું તેને લાઈસન્સ પણ મળવાનું હતુ, જેના માટે ઓછામાં ઓછા 100 કલાકનો ફ્લાઈંગ અનુભવ જરૂરી હતો. અંજુએ અગાઉ નેપાળના લગભગ તમામ એરપોર્ટ પર પ્લેનને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. નેપાળી મીડિયા અનુસાર, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી પોખરા જતી વખતે ATR-72 પ્લેનના કેપ્ટન કમલ કેસીએ મુખ્ય પાઈલટની સીટ અંજુ ખાટીવડાને આપી હતી. પરંતુ લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલા તેના સપના અને આકાંક્ષાઓ પર ચકનાચૂર થઈ ગયી હતી.
નેપાળમાં રવિવારે થયેલા વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 72માંથી 68 મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં પાંચ ભારતીયો પણ સામેલ છે. દુર્ઘટનાગ્રસ્ત યેતી એરલાઇન્સના એરક્રાફ્ટ ATR-72માં કો-પાઇલટ અંજુ ખાટીવાડાએ પણ જીવ ગુમાવ્યો હતો. અંજુ કો-પાઈલટમાંથી કેપ્ટન બનવાની હતી. એરક્રાફ્ટનું પાઇલોટ વરિષ્ઠ કેપ્ટન કમલ કેસી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંજુ એરક્રાફ્ટમાં કો-પાઇલટ હતી. ત્યારે તેને કેપ્ટનની સીટ પર બેસી તે પ્લેનને સફળ લેન્ડીંગ કરાવવાની જ હતીને નેપાળના પોખરામાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. અંજુ અગાઉ પણ સફળ લેન્ડિંગ કરાવી ચૂકી છે. પણ તેમ છત્તા આ વખતે નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. આ અકસ્માતમાં કેપ્ટન કમલ કેસીએ જીવ ગુમાવ્યો હતો. સાથે જ અંજુનું કો-પાઈલટ માંથી કેપ્ટન બનવાનું સપનું પણ અધુરુ રહી ગયું છે.
આ ઘટના ખરેખરમાં એક સંજોગ છે કે કો પાયલટ અંજુના પતિનો જીવ પણ પ્લેન ક્રેશમાં ગયો હતો. ખરેખરમાં તેમના પતિ દીપક પોખરેલ પણ યેતી એરલાઈન્સમાં કો પાયલટ તરીકે ફરજ બજાવતા હતા. 16 વર્ષ પહેલાં એટલે કે 21 જૂન 2006માં યેતી એરલીન્સનું જે વિમાન ક્રેશ થયુ હતુ તેમાં અંજુના પતિ કો પાયલટ હતા. નેપાલગંજથી સુર્ખેત થઈ જુમ્લા જઈ રહેલી ફ્લાઈટ 9N AEQ પ્લેન ક્રેશ થયુ હતુ. જેમાં 6 યાત્રી અને 4 ક્રૂ મેમ્બર્સનો જીવ ગયો હતો. પ્લેન ક્રેશનમાં એર હોસ્ટેસ ઓસિન આલેનું પણ મોત થયુ છે.