PM મોદીની સુરક્ષામાં બેદરકારી સહન નહીં, કોંગ્રેસના નેતાઓએ માફી માંગવી જોઈએઃ અમિત શાહ

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યુ છે કે, "કોંગ્રેસને જનતા દ્વારા વારંવાર નકારવાને કારણે આ પક્ષ ઉન્માદના માર્ગે ગયો છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ આજે ​​પંજાબમાં જે કર્યું તેના માટે ભારતની જનતાની માફી માંગવી જોઈએ".

PM મોદીની સુરક્ષામાં બેદરકારી સહન નહીં, કોંગ્રેસના નેતાઓએ માફી માંગવી જોઈએઃ અમિત શાહ
Union Home Minister Amit Shah (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 8:12 PM

પંજાબમાં આજે 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “પંજાબમાં આજે કોંગ્રેસ દ્વારા બનેલી ઘટના દર્શાવે છે કે આ પાર્ટી કેવી રીતે વિચારે છે અને કામ કરે છે. કોંગ્રેસને જનતા દ્વારા વારંવાર નકારવાને કારણે આ પક્ષ ઉન્માદના માર્ગે ગયો છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ આજે ​​પંજાબમાં જે કર્યું તેના માટે ભારતની જનતાની માફી માંગવી જોઈએ.

ગૃહ મંત્રાલયે પંજાબમાં આજના સુરક્ષા ભંગ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. અમિત શાહે કહ્યું કે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આના માટેની જવાબદારી નક્કી કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં વિરોધ અને રસ્તા રોકાવાને કારણે તેમને ફ્લાયઓવર પર 20 મીનીટ સુધી રોકાઈ રહેવુ પડ્યુ હતુ અને અંતે તેમનો કાર્યક્રમ રદ કરીને દિલ્લી પરત ફરવું પડ્યું હતું.

પીએમ મોદીના રૂટની માહિતી કોણે લીક કરી ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યની ચરણજીતસિંહ ચન્ની સરકારની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ બદલ ટીકા કરી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સુરક્ષા કાફલાને કોણે ખોટી મંજૂરી આપી અને વડાપ્રધાન જે માર્ગ પર જવાના હતા તેની માહિતી કોણે લીક કરી તે પ્રશ્નનો જવાબ આપવાની જરૂર છે. “ભાજપના કાર્યકરો અને દેશે પંજાબની કોંગ્રેસ સરકારને સવાલ પૂછવાની જરૂર છે કે DGPએ વડાપ્રધાનના કાફલાને રૂટ ક્લિયરન્સ કેમ આપ્યું ? પંજાબ સરકારમાં એવી વ્યક્તિ કોણ છે જેણે ફ્લાયઓવરની ઉપરના લોકોને વડાપ્રધાનના રૂટ વિશે માહિતી આપી હતી ?’

દરમિયાન પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે (Captain Amarinder Singh) સુરક્ષા કારણોસર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) ફિરોઝપુર રેલી (Ferozepur Rally) રદ કરવા માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવી છે અને મુખ્ય પ્રધાન ચરણજીત ચન્ની (Charanjit Singh Channi ) અને ગૃહ પ્રધાનના રાજીનામાની માંગ કરી છે.

તો બીજી બાજુ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખરે (Sunil Jakhar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે જે થયું તે સ્વીકાર્ય નથી. વડાપ્રધાનની ફિરોઝપુરમાં ભાજપની રાજકીય રેલીને સંબોધવા માટે સલામત માર્ગની ખાતરી કરવી જોઈતી હતી.

આ પણ વાંચોઃ

પંજાબ પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષામાં મોટી ખામી, વિરોધીઓએ કર્યો રસ્તો બ્લોક, PM ફ્લાયઓવર પર અટવાયા

આ પણ વાંચોઃ

PM મોદીના કાફલાના રૂટમાં અચાનક ફેરફારની મને જાણ નહોતી, સુરક્ષામાં કોઈ ખામી નહોતીઃ CM ચરણજીત સિંહ ચન્ની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">