પંજાબનું અપમાન: PMની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને નવજોત સિંહ સિદ્ધુએ આપ્યુ ચોંકાવનારુ નિવેદન

નવજોત સિંહ સિદ્ધુએ પીએમ મોદીની મુલાકાત પર સવાલ ઉઠાવતા કહ્યું કે અચાનક રોડ પર જવાનો કાર્યક્રમ કેમ બનાવવામાં આવ્યો? ફિરોઝપુરમાં યોજાનારી રેલીમાં ભીડ ઓછી હતી, તેથી આ સમગ્ર નાટક રચવામાં આવ્યુ.

પંજાબનું અપમાન: PMની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને નવજોત સિંહ સિદ્ધુએ આપ્યુ ચોંકાવનારુ નિવેદન
Navjot singh siddhu (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:54 PM

Punjab: વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને ભાજપ પંજાબની કોંગ્રેસ સરકાર (Punjab Government) પર સતત પ્રહારો કરી રહી છે. આ દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Siddhu) આ સમગ્ર મામલે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે પંજાબમાં (Punjab) જીવનું જોખમ બતાવવુ એ રાજ્યનું અપમાન છે. આ સાથે તેમણે ભાજપ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

વડાપ્રધાન મોદીની મુલાકાત પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, અચાનક રોડ પર જવાનો કાર્યક્રમ કેમ બનાવવામાં આવ્યો? ફિરોઝપુરમાં યોજાનારી રેલીમાં ભીડ ઓછી હતી, તેથી આ નાટક રચવામાં આવ્યુ. 70 હજાર ખુરશીઓ સામે માત્ર 500 લોકો જ હાજર હતા. પંજાબમાં ભાજપને કોઈ સમર્થન નથી આપી રહ્યું, પંજાબમાં ભાજપનો પર્દાફાશ થયો છે.

કેપ્ટન અમરિંદર સિંહ પર પણ સાધ્યુ નિશાન

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પંજાબના લોકોએ ભાજપને નકારી દીધુ છે. ભાજપે ગંદી રાજનીતિ (Politics)  રમવાનું બંધ કરવું જોઈએ. શું આ ક્ષતિ માટે IB, કેન્દ્રીય એજન્સી જવાબદાર નથી.” ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે ‘દિલ્હીમાં ખેડૂતો દોઢ વર્ષથી પીડાતા રહ્યા. ખેડૂતોએ વિરોધ કર્યો, પરંતુ હિંસાનો આશરો લીધો નહીં. આ સાથે તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amrindersingh) પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમને ભાજપનો પોપટ ગણાવતા કહ્યું કે કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપના પિંજરામાં કેદ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

 પંજાબ રાજ્યનું અપમાન કરી રહ્યા છો

નવજોત સિંહ સિદ્ધુએ ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપે રાજનીતિ કરવાનું બંધ કરવુ જોઈએ, સાથે અમરિંદર સિંહ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપના પોપટ પંજાબમાં રાષ્ટ્રપતિ શાસનની વાત કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યુ કે “વડાપ્રધાન, તમે માત્ર ભારતીય જનતા પાર્ટીના જ નથી, તમે બધાના વડાપ્રધાન છો. દેશનું દરેક બાળક તમારા જીવનની કિંમત જાણે છે. અહીં તમારા જીવને ખતરો છે એવું કહીને તમે આ રાજ્યનું અપમાન કરી રહ્યા છો.”

આ પણ વાંચો : PM Security Breach: PMની સુરક્ષાને લઈને ચન્ની સરકાર બેકફૂટ પર, પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાનું દબાણ

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">