National Space Day 2022 : જાણો શું છે આજના દિવસનો ઇતિહાસ અને મહત્વ
રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) મે મહિનામાં પ્રથમ શુક્રવારે ઉજવવામાં આવે છે. માનવ સમાજની સુધારણા માટે અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યોગદાનને માન આપવા માટે આજે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે.
શા માટે રાષ્ટ્રીય અવકાશ દિવસ વિશિષ્ટ છે ??
આજે રાષ્ટ્રીય અવકાશ દિવસની (National Space Day) ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ અવકાશ ક્ષેત્રના (Space Region) મહાન વ્યક્તિત્વ, તેમની અસાધારણ સિદ્ધિઓ, લાભો અને તકોને સન્માન કરવા માટે કરવામાં આવે છે, જેમણે બ્રહ્માંડ (Universe) વિશે ઘણા નવા તથ્યો ખોલ્યા છે. જે આપણે પહેલાં ક્યારેય જાણતા ન હતા. બ્રહ્માંડની આ શોધોએ આપણને એક સમાજ તરીકે વિકાસ કરવામાં ઘણી મદદ કરી છે. મહાન વૈજ્ઞાનિકોએ આપણા માટે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે, જે આજે દેશને એક અદ્ભુત પરિણામ તરફ દોરી જાય છે.
આજે સ્પેસ એક્સપ્લોરેશન એ હવે સૌથી જાણીતી કારકિર્દી છે. અનેક લોકો આપણા સમાજના વિકાસમાં ફાળો આપવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. તે વાત આશ્ચર્યજનક છે કે આપણે મતલબ કે ભારત દેશે 60 વર્ષથી ઓછા સમયથી અવકાશમાં અનેક અભૂતપૂર્વ શોધો કરી છે. આ 60 વર્ષના સમયગાળામાં, આ પ્રક્રિયાએ આપણને ઘણી બધી નવી વસ્તુઓ તરફ દોરી છે જે આપણે જાણતા ન હતા કે અસ્તિત્વમાં છે, અને એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે જાણતા નથી અને જે હજુ સુધી શોધવાની બાકી છે.
આજના દિવસે યુવાનોને ગણિત, વિજ્ઞાન, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે, જેને સામૂહિક રીતે ‘STEM’ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ દેશનું ભવિષ્ય તેમના યુવાનોના હાથમાં રહેલું છે. આજના દિવસે તેમને અવકાશ વિજ્ઞાન સહિત વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે.
STEMમાં આજે કારકિર્દીની ઘણી તકો છે, જેમાં અવકાશ કારકિર્દી તેમાંથી એક છે. આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ તે વિશે જાણવા માટે તેમનું જીવન સમર્પિત કરવું એ વિદ્યાર્થીઓ માટે એક ઉત્સાહ આપનારી બાબત છે. આ કારકિર્દીમાં ઘણા જુદા- જુદા માર્ગો જોવા મળે છે. ખગોળશાસ્ત્રીઓ, અવકાશયાત્રીઓ, રોબોટિક એન્જીનીયર્સ, એકાઉન્ટન્ટ્સ અને વૈજ્ઞાનિકો એવી કેટલીક જાણીતી કારકિર્દી છે જેના વિશે આપણે જાણીએ છીએ.
આજે રાષ્ટ્રીય અવકાશ દિવસના રોજ શું શું કરવું જોઈએ ??
- તમારી પાસે જો ટેલિસ્કોપ હોય તો, સૂર્ય અને ચંદ્ર, તારાઓ અને બીજી ઘણી બધી વસ્તુઓ આકાશમાં શોધો.
- ખુલ્લા આકાશની નીચે તારો જોવા જાઓ અને આ અદ્ભુત દૃશ્યનો આનંદ માણો.
- તમારી નજીકના સ્પેસ ડે ઇવેન્ટની મુલાકાત લો. જો તમને તમારી નજીક કોઈ ઇવેન્ટ ન મળે, તો તમે તમારા સાથી મિત્રો સાથે એક આયોજન કરી શકો છો.
- તમારી ઘરે એક પ્રયોગાત્મક રોકેટ બનાવી શકો છો, અને તેને લોન્ચ પણ કરી શકો છો.
- તમારા નજીકના સ્પેસ મ્યુઝિયમ અથવા પ્લેનેટેરિયમની મુલાકાત લો અને તમારો દિવસ ખુબ સારી રીતે પસાર થઇ શકે છે.
- #NationalSpaceDay હેશટેગનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર આજના દિવસને લગતી માહિતી પોસ્ટ કરી શકો છો અને લોકોમાં જાગૃતિ ફેલાવી શકો છો.
રાષ્ટ્રીય અવકાશ દિવસ વિશે રસપ્રદ તથ્યો:
- પ્રથમ અવકાશ દિવસ 1997માં એક દિવસીય ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
- તેની વિશ્વવ્યાપી લોકપ્રિયતાને લીધે, આ દિવસ હવે વિશ્વના દરેક રાષ્ટ્રોમાં આંતરરાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- શું તમે જાણો છો કે, વાતાવરણના અભાવને કારણે તમે અવકાશમાં અવાજ સાંભળી શકતા નથી.
- એક સૂર્યમાં એક મિલિયન પૃથ્વી સમાઈ શકે છે, જે આપણને બતાવે છે કે સૂર્ય કેટલો વિશાળ છે.
- મંગળ પર સૂર્યાસ્ત વાદળી રંગનો જોવા મળે છે.
- શુક્ર એ આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. તેની સપાટીનું તાપમાન લગભગ 450 ડિગ્રી સેલ્સિયસ છે.
- શુક્ર પરનો એક દિવસ પૃથ્વી પર એક વર્ષ કરતાં લાંબો છે કારણ કે તેની ધરીની ગતિ એકદમ ધીમી છે.
રાષ્ટ્રીય અવકાશ દિવસનો ઇતિહાસ:
અવકાશમાં પ્રથમ સંશોધન 20મી સદીમાં શરુ થયું હતું. તે સમયથી આપણે અવકાશની શોધમાં આટલા આગળ આવ્યા છીએ તે માનવું હજુ પણ મુશ્કેલ છે. ત્યારથી આપણે અવકાશમાં ઘણી જીતની ઉજવણી કરી છે, પછી ભલે તે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવ તરીકે હોય કે મંગળ પર પાણીની શોધ થઇ હોય.
રાષ્ટ્રીય અવકાશ દિવસ પ્રથમ વખત 1997માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારે લોકહીડ માર્ટિન કોર્પોરેશને એક દિવસીય ઇવેન્ટ તરીકે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ભૂતપૂર્વ અવકાશયાત્રી અને સેનેટર જ્હોન ગ્લેન દ્વારા 2001માં તેની વિશ્વવ્યાપી લોકપ્રિયતાને કારણે પાછળથી તેને આંતરરાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેરાત કરવામાં આવી હતી.