ચંદ્રયાન-2ના રિસર્ચ માટે ભારત પાસેથી કરોડો રૂપિયા કમાવવા ઈચ્છતું હતું NASA, ઈસરોએ 12 લાખ રૂપિયમાં કરી દીધુ તે કામ
ચંદ્રયાન-2 મિશન માટે NASA ભારત પાસેથી કરોડો રૂપિયા કમાવવા ઈચ્છતુ હતુ પણ ISROએ માત્ર 12 લાખ રૂપિયામાં આ કામ પૂરૂ કરી લીધુ, ચંદ્રયાન-2ને ચંદ્ર પર મોકલ્યા પહેલા ઈસરોએ ચંદ્ર પર સુરક્ષિત લેન્ડિંગ માટે ખુબ અભ્યાસ કર્યો. વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી વિશે અભ્યાસ કરવા માટે ચંદ્ર જેવી માટીની જરૂરિયાત હતી. આ પ્રકારની માટી નાસા (NASA)ની પાસે હતી. […]
ચંદ્રયાન-2 મિશન માટે NASA ભારત પાસેથી કરોડો રૂપિયા કમાવવા ઈચ્છતુ હતુ પણ ISROએ માત્ર 12 લાખ રૂપિયામાં આ કામ પૂરૂ કરી લીધુ, ચંદ્રયાન-2ને ચંદ્ર પર મોકલ્યા પહેલા ઈસરોએ ચંદ્ર પર સુરક્ષિત લેન્ડિંગ માટે ખુબ અભ્યાસ કર્યો. વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી વિશે અભ્યાસ કરવા માટે ચંદ્ર જેવી માટીની જરૂરિયાત હતી.
આ પ્રકારની માટી નાસા (NASA)ની પાસે હતી. અમેરિકાએ ચંદ્ર જેવી દેખાતી માટી આપવા માટે ભારત પાસે 1000 રૂપિયા પ્રતિ કિલોની માગ કરી હતી. આ અભ્યાસમાં 60/70 ટન માટીની જરૂરિયાત હતી. અમેરિકા આ માટીના બદલે ભારત પાસે કરોડો રૂપિયા કમાવવા ઈચ્છતુ હતુ, પણ ઈસરોએ તેનો સરળ રસ્તો શોધી લીધો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભૂસ્તરશાસ્ત્રીઓએ જાણ્યુ કે તમિલનાડુના 2 ગામ સીતમપોંડી અને કુન્નામલાઈમાં એરોથોસાઈટના ખડકો છે. જેમાંથી ચંદ્રની માટીની જેમ માટી બનાવી શકાય છે. વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અભ્યાસ કરવા માટે આ માટીનું બેંગલુરૂની પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યુ.
ઈસરોએ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારવા માટે ખડકોની જરૂરિયાત અનુસાર માટીનો આકાર આપીને કૃત્રિમ ચંદ્રની સપાટી તૈયાર કરી, તેથી આ માટીનો ઉપયોગ કૃત્રિમ ચંદ્રની સપાટી બનાવવામાં કરવામાં આવ્યો. આ માટીને તૈયાર કરવામાં લગભગ 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]