Narendra Singh Tomar : ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાતચીત કરવા તૈયાર, પણ ખેડૂત કાયદાઓ પાછા નહીં લેવામાં આવે

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar) એ કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત કાયદાઓ અંગે વધુ એક નિવેદન આપ્યું છે.

Narendra Singh Tomar : ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાતચીત કરવા તૈયાર, પણ ખેડૂત કાયદાઓ પાછા નહીં લેવામાં આવે
FILE PHOTO

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar) એ કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત કાયદાઓ અંગે વધુ એક નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓ (Farmers Law) નો વિરોધ કરી રહેલા ખેડૂત આંદોલનકારીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે છેલ્લા 7 મહિનાથી ખેડૂત કાયદાઓ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આગામી 26 જૂનથી આ આંદોલનકારી ખેડૂતો વધુ એક આંદોલન શરૂ કરવાના છે. આવા સમયે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરનું આ નિવેદન ઘણું સૂચક બની જાય છે.

 

ખેડૂત કાયદાઓ પાછા નહીં લેવામાં આવે
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar) એ કહ્યું હતું કે જો કોઈ પણ ખેડૂત યુનિયન ત્રણ ખેડૂત કાયદાઓ (Farmers Law) સાથે સંબંધિત જોગવાઈઓ અંગે અડધી રાત્રે પણ વાતચીત કરવા તૈયાર છે, તો હું તેમનું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. જો કે, તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે આ વાતચીત દરમિયાન પણ ત્રણ ખેડૂત કાયદાઓ પાછા ખેંચવાની વાત કરવામાં આવશે નહીં.કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ નિવેદનનો વિડીયો પણ શેર કર્યો છે.

રાકેશ ટિકૈતે સરકાર પર સાધ્યું નિશાન
ત્રણ ખેડૂત કાયદાઓ (Farmers Law) અંગેનાકેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar) ના નિવેદનનો જવાબ આપતા ભારતીય કિસાન યુનિયન(BKU) ના નેતા રાકેશ ટીકૈત (Rakesh Tikait) એ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “સરકાર આરોપો શોધે છે સમાધાન નથી શોધતી. આ કઈ લોકશાહી છે! દેશભરનાં ખેડુતો સાત મહિનાથી રાજધાનીમાં ધરણા પર બેઠા છે અને કેન્દ્ર સરકાર સરમુખત્યારશાહી વલણ અપનાવી રહી છે.”

સરકાર અને ખેડૂતો વચ્ચે 11 વખત વાતચીત
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11 વખત વાતચીત થઈ છે. છેલ્લી વાતચીત 22 જાન્યુઆરીએ થઈ હતી. 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન વ્યાપક હિંસા બાદ બંને પક્ષો વચ્ચે વાતચીત અટકી ગઈ હતી.સુપ્રીમ કોર્ટે ત્રણ ખેડૂત કાયદાઓના આદેશના અમલ ઉપર સ્ટે આપ્યો છે. કોર્ટે પણ આ મુદ્દાના નિરાકરણ માટે એક સમિતિની રચના કરી છે.

આ પણ વાંચો : Uttarakhand : મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે છોડવું પડશે મુખ્યપ્રધાનપદ, જાણો શું છે કારણ

Click on your DTH Provider to Add TV9 Gujarati