Narendra Modi in Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદમાં નિવેદન, વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ, વિપક્ષેે જનતાના ભરોસાનો વિશ્વાસઘાત કર્યો
આજે છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં જણાવ્યું કે વિપક્ષને સત્તાની ભૂખ છે. દેશના યુવાનોની પરવા નથી પોતાની રાજનીતિની ચિંતા છે. તેમણે જણાવ્યું કે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ તેમના માટે શુભ રહ્યો છે.
વિપક્ષ મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. મંગળવારે લોકસભામાં આ અંગે ચર્ચા શરૂ થઈ હતી. શાસક પક્ષ અને વિપક્ષના ઘણા સાંસદોએ ચર્ચામાં પોતપોતાની વાત રાખી છે.
મંગળવારે લોકસભામાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ચર્ચાની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, વિપક્ષી ગઠબંધન ભારતે મણિપુર મુદ્દે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે કારણ કે રાજ્ય ન્યાયની માંગ કરી રહ્યું છે. કોંગ્રેસ સાંસદે સવાલ ઉઠાવ્યો હતો કે પીએમ મોદીએ અત્યાર સુધી મણિપુરની મુલાકાત કેમ નથી લીધી?
આજે છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં જણાવ્યું કે વિપક્ષને સત્તાની ભૂખ છે. દેશના યુવાનોની પરવા નથી પોતાની રાજનીતિની ચિંતા છે. તેમણે જણાવ્યું કે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ તેમના માટે શુભ રહ્યો
વિપક્ષ પર વાક પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, ગરીબની ભૂખ નહી પરંતુ સત્તાની ભૂખ છે. તેમને દેશના ભવિષ્યની નહી પરંતુ પોતાના ભવિષ્યની ચિંતા છે. અવિશ્વાસના પ્રસ્તાવ પર વિપક્ષે કેવી ચર્ચા કરી છે. ફિલ્ડીગ વિપક્ષે ગોઠવી પરંતુ ચોક્કા છગ્ગા લાગ્યા.
દેશની યુવા શક્તિ માટે આશા આકાંક્ષાને દિશા આપવા માટે સરકાર કાર્યરત હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું કે, ડેટા પ્રોસેસીગ બિલ યુવા શક્તિ સાથે જોડાયેલ છે. આવનારો સમય ટેકનોલોજી આધારિત જીવનનો છે. પરંતુ વિપક્ષને આવા મહત્વના બિલ કરતા રાજનિતીમાં રસ છે. તેમણે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
2018માં અમે કહ્યું હતું કે 2023માં આવજો. શુ તમારી હાલત છે તેમ કહીને વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથે લેતા કહ્યું કે, દેશ તમારા એક એક શબ્દને સાંભળી રહ્યાં છે. તમે દેશને નિરાશા સિવાય કાઈ નથી આપ્યું. જેમને કાઈ નથી આપ્યું તેઓ અમારો હિસાબ લઈ રહ્યાં છે તેમ કહીને કટાક્ષ કર્યો હતો.
સૌથી મોટી પાર્ટીના નેતાનુ નામ આ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચામાં બોલવાની યાદીમાં નામ નહોતું. ભૂતકાળમાં શરદ પવારે. સોનિયા ગાંધીએ અને ખરગે એ અવિશ્વાસના પ્રસ્તાવ પર આગેવાની કરી હતી. કરવાને બદલે બોલવાની તક જ ના આપી. મોદીએ અધિર રંજન ઉપર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ વારંવાર તેમનુ અપમાન કરી રહ્યાં છે.