જાણો નારાયણ રાણે પહેલા ક્યાં કેન્દ્રીય મંત્રીની પણ રાજ્ય પોલીસ દ્વારા થઈ ચૂકી છે ધરપકડ !

રાજ્ય પોલીસ દ્વારા છેલ્લા 20 વર્ષમાં ધરપકડ થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. રાજ્ય પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ત્રણ કેન્દ્રીય મંત્રીની (Union Minister) ધરપકડ કરવામાં આવી છે.

જાણો નારાયણ રાણે પહેલા ક્યાં કેન્દ્રીય મંત્રીની પણ રાજ્ય પોલીસ દ્વારા થઈ ચૂકી છે ધરપકડ !
Narayan Rane third Union minister ever to be arrested by state police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 4:27 PM

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરી હતી. જો કે મંગળવારે મોડી રાત્રે તેને શરતી જામીન મળી ગયા હતા. તમને જણાવી દઈએ કે, સોમવારે એક કાર્યક્રમને સંબોધતા રાણેએ કહ્યુ હતુ કે, આ શરમજનક છે કે મુખ્યમંત્રી આઝાદીનું વર્ષ જાણતા નથી અને જણાવ્યુ કે “જો હું ત્યાં હાજર હોત, તો મેં તેને થપ્પડ મારી દીધી હોત.”

જો કે તેમના આ નિવેદન બાદ શિવસેનાના (Shivsena) કેટલાક કાર્યકર્તાઓ દ્વારા તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. શિવસેનાના ઘણા કાર્યકરો ભાજપના કાર્યકરો સાથે અથડાયા હતા. ઉપરાંત નાશિક, અમરાવતી અને રાજ્યના અન્ય ભાગોમાં પણ ભાજપના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો.

 છેલ્લા 20 વર્ષમાં કેન્દ્રીય મંત્રીની ધરપકડનો પ્રથમ કિસ્સો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રીની (Union Minister) ધરપકડ કરવાનો આ એક રસપ્રદ કિસ્સો છે. રાણે 20 વર્ષમાં પહેલા કેન્દ્રીય મંત્રી છે જેમની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન એક ચર્ચાએ પણ જોર પકડ્યુ હતુ, કે શું રાજ્ય સરકાર કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરી શકે છે.

શું રાજ્ય સરકાર કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરી શકે છે ?

આપને જણાવી દઈએ કે કાયદો (Law) અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. દેશમાં રહેતા તમામ નાગરિકો નિયમો અને કાયદાનું પાલન કરવા બંધાયેલ છે. ઉપરાંત ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ રાજ્ય એજન્સી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની ધરપકડ કરી શકે છે. જો કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, ચુંટણી કમિશનર, યુપીએસસીના અધ્યક્ષ જેવા બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ સામે ફોજદારી કેસ શરૂ કરી શકાય નહી.

રાજ્ય પોલીસ દ્વારા અન્ય બે કેન્દ્રીય મંત્રીની પણ થઈ ચૂકી છે ધરપકડ

રાજ્ય પોલીસ દ્વારા છેલ્લા 20 વર્ષમાં ધરપકડ થઈ હોય, તેવો આ પ્રથમ કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ કેન્દ્રીય મંત્રીની (Union Minister) ધરપકડ કરવામાં આવી છે. જેમાં નારાયણ રાણે , મુરસોલી મારણ અને ટી આર બાલુનો સમાવેશ થાય છે.

12 કરોડના ‘ફ્લાયઓવર કૌભાંડ’ કેસમાં  ધરપકડ

જેમને ચેન્નઈ પોલીસે જૂન 2001 માં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની (M Karunanidhi) સાથે મુરસોલી મારણ અને ટીઆર બાલુની પણ ધરપકડ કરી હતી. 12 કરોડના ‘ફ્લાયઓવર કૌભાંડ’ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Custody) મોકલવામાં આવ્યા હતા.

તત્કાલીન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી મારણ ધરપકડ દરમિયાન પોલીસ સાથેની ઝપાઝપીમાં ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટીઆર બાલુને પણ નાની -મોટી ઇજાઓ થઇ હતી. તમને જણાવી દઈએ કે, ધરપકડ દરમિયાન મુરસોલી મારણ કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી (Union Minister of Industry) અને ટીઆર બાલુ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પદે કાર્યરત હતા.

આ પણ વાંચો: શું અનિલ પરબે પોલીસને નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો ? જુઓ Video

આ પણ વાંચો:  નારાયણ રાણેની ધરપકડ બાદ CM ઉદ્ધવ ઠાકરે ટ્વિટર પર થયા ટ્રોલ, #ArrestUddhavThackrey થઈ રહ્યુ છે ટ્રેન્ડ !

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">