પૂરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ, લોકોએ સેનાના જવાનોની બહાદુરીને સલામ કર્યા, જુઓ વિડીયો
Uttarakhand Rain: છેલ્લા બે દિવસના સતત વરસાદ બાદ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં તારાજી સર્જાઈ છે. ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને તળાવો ઉભરાઈ રહ્યા છે.
UTTARAKHAND : ઉત્તરાખંડમાં 72 કલાક સુધી સતત વરસાદ (Heavy Rain) ના કારણે ભારે તબાહી સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર આને લગતી ઘણી તસવીરો અને ડરામણા વીડિયો સામે આવી રહ્યા છે. આ ક્રમમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવતી વખતે સેનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સેનાના જવાનોએ માનવસાંકળ બનાવીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો પૂર વચ્ચે, નૈનીતાલ(Nainital)માં સેનાના જવાનો માનવસાંકળ બનાવીને લોકોને મદદ કરી રહ્યા છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે જોનારાઓ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે. પરંતુ ભારતીય સેના (Indian Army) ના જવાનો ત્યાં ખંતથી ઉભા છે અને લોકોની મદદ કરી રહ્યા છે. જુઓ દિલધડક રેસ્ક્યુનો આ વિડીયો –
Salute these Bravehearts ❤️🇮🇳🙌#Nainital #Uttrakhand pic.twitter.com/ZdO5Fxvp3p
— Srinivas BV (@srinivasiyc) October 19, 2021
આ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ બહાદુરોને સલામ.’ આ સમાચાર લખવા સુધી આ વિડીયો 93 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ સૈનિકોની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.
આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, “આ આપણા દેશના અસલી હીરો છે.”
જ્યારે અન્ય યુઝરે લખ્યું, “સેનાના જવાનો છે તો આપણે છીએ, સેનાના જવાનો છે ત્યાં સુધી આપણે જીવનમાં કોઈપણ આફતથી ડરવાની જરૂર નથી.”
બે દિવસના સતત વરસાદ બાદ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં તારાજી સર્જાઈ છે. ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને તળાવો ઉભરાઈ રહ્યા છે, જ્યારે ભૂસ્ખલનનાં સમાચાર પણ ઘણી જગ્યાએથી સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નૈનીતાલથી જે તસવીરો સામે આવી છે તે ડરાવનારી છે.
આ પણ વાંચો : PM MODI આવતીકાલે વિશ્વના ઓયલ અને ગેસ સેકટરના CEO સાથે વાતચીત કરશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા