Nagaland firing : લોકસભામાં અમિત શાહનું નિવેદન – શંકાના કારણે બની ઘટના, SITની કરાઈ છે રચના, સ્થિતિ તંગ પરંતુ નિયંત્રણમાં
નાગાલેન્ડ ગોળીબારને લઈને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યું છે. "શનિવારની સાંજે જ્યારે એક વાહન ત્યાં પહોંચ્યું, ત્યારે તેને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે રોકવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં, સેનાએ શંકાસ્પદ હોવાનુ માનીને ગોળીબાર કર્યો, જેમાં 6 લોકો માર્યા ગયા.
નાગાલેન્ડ ગોળીબારને લઈને ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) લોકસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સેનાએ (Army) તેને શંકાસ્પદ માનીને ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં (Firing) 6 લોકો માર્યા ગયા હતા. અમિત શાહે કહ્યું કે 21 પેરા કમાન્ડોને (21 para commando) માહિતી મળી હતી કે મોન જિલ્લાના (Mon District) તિરુ વિસ્તારમાં શંકાસ્પદ બળવાખોરોની (Suspected ) હિલચાલ થઈ શકે છે. જેના આધારે 21 કમાન્ડોએ શંકાસ્પદ વિસ્તારમાં ઓચિંતો છાપો માર્યો હતો. શનિવારે સાંજે જ્યારે એક વાહન ત્યાં પહોંચ્યું ત્યારે તેને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે રોકવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં, સેનાએ શંકાસ્પદ હોવાના ડરથી ગોળીબાર કર્યો, જેમાં 6 લોકો માર્યા ગયા.
અમિત શાહે કહ્યું કે, આ ઘટના બાદ સ્થાનિક લોકોએ 2 વાહનો સળગાવી દીધા હતા. સેનાનો એક જવાન મૃત્યુ પામ્યો અને ઘણા ઘાયલ થયા. પ્રથમ ઘટના પછી, બીજી ઘટના બની જેમાં ઉશ્કેરાયેલા ટોળાએ જવાબમાં સેનાને નિશાન બનાવ્યું, જેમાં વધુ 7 લોકોના મોત થયા. પોલીસ તેના સ્તરે આ મામલે તપાસ કરી રહી છે.
વિશેષ તપાસ ટીમની ( SIT) રચના તેમણે કહ્યું કે ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જે તપાસ કરીને 1 મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે. ગઈકાલે સાંજે એક અલગ ઘટનામાં, નાગાલેન્ડના મૌન શહેરમાં આસામ રાઈફલ્સ પર હુમલાની જાણ કરવામાં આવી હતી અને જવાબી કાર્યવાહીમાં, વધુ એક નાગરિક માર્યો ગયો હતો અને એક ઘાયલ થયો હતો.
અમિત શાહે કહ્યું કે, આ ઘટના પર સેના દ્વારા દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેની તપાસ ઉચ્ચ સ્તરેથી થઈ રહી છે, મેં સીએમ અને રાજ્યપાલ સાથે વાત કરી છે. સાથે જ તમામ એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
આ પણ વાંચોઃ
Vicky-Katrina Wedding : લગ્નની તૈયારીને આખરી ઓપ અપાયો, ખાસ દિવસ પર આ રંગની શેરવાનીમાં જોવા મળશે અભિનેતા
આ પણ વાંચોઃ